ગુજરાત સરકાર દ્રારા EBC અનામત ક્વોટા મામલે મહત્વ પૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્રારા ઉચ્ચ અભ્યાસોમાં 10% EBC અનામતને આ વર્ષથી જ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અનામત રાજ્યની તમામ સરકારી તેમજ બીન સરકારી સહિત ખાનગી મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં લાગુ થશે.

ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્રારા મીડિયાનાં માધ્યમથી જાહેર કરવામાં આવ્યું હતું કે 10% આર્થિત અનામતનો કાયદો કેન્દ્ર અને રાજ્યની સરકારો દ્રારા મંજૂર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળાં વર્ગ માટે શિક્ષણ અને નોકરીમાં 10% અનામત આપવા માટે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર કર્યો હતો. પરંતુ ચૂંટણીની આદર્શ આચારસંહિતા હોવાથી અમલાવરી આચારસંહિતા ખતમ થચા કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે જાન્યુઆરી 2019માં જ સરકારે બિન અનામત વર્ગને આર્થિક અનામત આપવા માટે કાયદો પસાર કર્યો હતો. અને તેની અમલાવરીને પણ બહાલી આપી દીધી હતી. સરકારી કાયદાની અમલાવરી સરકારી નોકરીઓની ભરતીમાં કરવાની શરૂઆત કરી દીધી છે. જ્યારે મેડિકલ એન્જિયરિંગ, આઈટી જેવા ઉચ્ચ અભ્યાસોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ભારતે સરકારનાં જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અંતર્ગત દરેક વિદ્યાર્થીને 10% EBC અનામતનો લાભ પ્રવેશ પ્રક્રિયામાં મળશે. અને સરકાર દ્રારા આ નિર્ણયથી અનામતમાં ઘટાડો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
