રાહત/ ગુજરાતનું દૂધવાડા ગામ જ્યાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી

પાદરા તાલુકાના આ ગામમાં કોઇ પણ કોરોના કેસ નથી

Gujarat

 કોરોના મહામારી સામે લડવાના મક્કમ નિર્ધાર સાથે એક ગામે એવા નિયમો બનાવ્યા જેના કારણે તે આગમમાં આજ સુધી એક પણ કોરોનાનો એકપણ કેસ પોઝીટીવ નોધાયો નથી. અને આ ગામ એટલે દૂધવાડા. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના અંદાજે 2200 લોકોની વસતી ધરાવતા દૂધવાડા ગામના જાગૃત નાગરીકોએ કોરોનાને માત આપવાનો નિર્ધાર કર્યો અને તેમાં સફળ પણ થયા.

ગામના સરપંચ ઉત્તમ પટેલના જણાવ્યા પ્રમાણે, ગામમાં છેલ્લા એક વર્ષથી ગામમાં બહારથી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવા આવતા ફેરિયાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત ગામનું કોઈ વ્યક્તિ બહાર જઈને આવે તો તેના અનુસરવા માટે અમુક નિયમ બનાવવામાં આવ્યા છે. જેનું લોકો પણ સ્વૈચ્છિક રીતે પાલન કરે છે.

ગામમાં કોઈ માસ્ક વગર ફરતું હોય તો તેમને યુવાનોની ટીમ સમજ આપીને માસ્ક પહેરવા વિનંતી કરે છે અને જો માસ્ક ન હોય તો માસ્ક પણ આપે છે. ગામના રહેવાશીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવે છે. તકેદારીના ભાગરૂપે ગામમાં બપોર પછી તમામ વેપારીઓ પોતાના ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખે છે.