Ahmedabad News/ મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ: ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ યોજનાથી બાળકોને મળી નવી જીંદગી

Gujarat Govt Cochlear Implant Scheme: ગુજરાત સરકાર 6 વર્ષ સુધીના બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ યોજનાનો લાભ મફત આપે છે. મુખ્યમંત્રીએ અમદાવાદ સાયન્સ સિટીમાં આ બાળકો સાથે મુલાકાત કરી પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

Top Stories Ahmedabad Gujarat
Gujarat Govt Cochlear Implant Scheme

Gujarat Govt Cochlear Implant Scheme: ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ (Cochlear Implant) યોજનાના લાભાર્થી માસૂમ બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી (Science City) ખાતે મુલાકાત કરી એક યાદગાર અને સંવેદનશીલ ક્ષણો વિતાવી હતી. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આ ખાસ અનુભૂતિ શેર કરતા જણાવ્યું હતું કે, આ યોજના માત્ર બાળકોની શ્રવણ શક્તિ જ નથી ખોલી રહી, પરંતુ તેમના માટે પ્રગતિની એક આખી નવી સૃષ્ટિના દ્વાર ખોલી રહી છે.

Gujarat Govt Cochlear Implant Scheme

Cochlear Implant: 6 વર્ષ સુધીના બાળકો માટે તદ્દન મફત સારવાર

મુખ્યમંત્રીએ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, જ્યારે કોઈ માતા-પિતાને ખબર પડે છે કે તેમનું બાળક સાંભળી શકતું નથી, ત્યારે પરિવાર પર મોટો આઘાત લાગે છે અને બાળકનું જીવન મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થાય છે. સામાન્ય રીતે અત્યંત મોંઘી ગણાતી આ મેડિકલ સુવિધાનો લાભ ગુજરાત સરકાર 6 વર્ષ સુધીની વયના જરૂરિયાતમંદ બાળકોને તદ્દન વિના મૂલ્યે (Free of Cost) પૂરો પાડે છે.

એટલું જ નહીં, સમય જતાં જો આ મશીનનું એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર (External Speech Processor) કોઈ કારણોસર બંધ પડી જાય, તો રાજ્ય સરકાર દર્દીને આર્થિક બોજમાંથી બચાવવા માટે એકવાર તેને પણ વિના મૂલ્યે બદલી આપે છે.

Gujarat Govt Cochlear Implant Scheme

સાયન્સ સિટીની ‘એક્વાટિક ગેલેરી’ માં બાળકો સાથે બાળસહજ વાતો

મુખ્યમંત્રીએ આ યોજના થકી શ્રવણશક્તિ અને બોલવાની ક્ષમતા મેળવી ચૂકેલા બાળકો સાથે અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બાળકો સાથે ‘એક્વાટિક ગેલેરી’ (Aquatic Gallery) માં રંગબેરંગી માછલીઓ અને જળચર સૃષ્ટિ નિહાળી હતી.

મુખ્યમંત્રીએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું, “આ માસુમ બાળકોને સામાન્ય બાળકોની જેમ બોલતા-સાંભળતા જોયા ત્યારે વાત્સલ્ય, આશા, વિશ્વાસ અને સંતોષની લાગણીઓ હૃદયમાં ઉમટી આવી હતી. આશ્ચર્યચકિત થતા બાળકોનો ઉત્સાહ વધારવાની અને તેમની સાથે બાળસહજ વાતો કરવાની અનેરી અનુભૂતિ મને મળી. બાળકોના ચહેરા પરનું સ્મિત અને તેમની વાણીની ગુંજ – મારા માટે દિવસની સૌથી મોટી ઉપલબ્ધિ બની છે.”

કોઈપણ બાળક સારવારથી વંચિત ન રહે: CM ની અપીલ

મુખ્યમંત્રીએ રાજ્યના જાગૃત નાગરિકો અને સમાજસેવી સંસ્થાઓને અપીલ કરી છે કે, જો સમાજમાં આવા કોઈ પણ જરૂરિયાતમંદ બાળકો હોય જે સાંભળી શકતા ન હોય, તો તેમને આ સરકારી યોજનાનો લાભ અપાવવા માટે આપણે સૌ સાથે મળીને માર્ગદર્શન આપીએ. દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકાર હંમેશા કટિબદ્ધ છે. આવો, આપણે સાથે મળીને દરેક બાળકના જીવનને આનંદના અવાજથી ભરી દઈએ.


આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન ફોર્મ ભરીને વસતી ગણતરીનો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો : PM મોદીની અપીલની અસર: CM ભૂપેન્દ્ર પટેલે VIP કાફલો ઘટાડ્યો

આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને કડક ટકોર,‘હું જ સિસ્ટમ’નો અહંકાર છોડવા સૂચના