Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિક્રમ સંવત 2081ના પ્રારંભ દિવસે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં (Panchdev Temple) દર્શન પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ અને પ્રગતિની ઈશ્વર પ્રાર્થના કરતા સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તે સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ યોગદાન આપશે તેવી અપેક્ષા પણ નૂતનવર્ષાભિનંદન પાઠવતાં વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય રીટા બહેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ ,સંગઠનના અગ્રણીઓ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓની આપ લે કરી હતી.
આ પણ વાંચો:સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ
આ પણ વાંચો:સુરતમાં દીપડો સાત વર્ષના બાળકને ખેચી ગયો, કુટુંબ આઘાતમાં
આ પણ વાંચો:સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો
