Umargam Gas Cylinder Blast: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગાંધીવાડી વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટીની એક ચાલીમાં નવા વર્ષની પ્રથમ સવારે ભયજનક ઘટના સર્જાઈ હતી. એક રહેણાંક રૂમમાં ગેસ સિલિન્ડર અચાનક વિસ્ફોટ (Blast) થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
ગેસ સિલિન્ડર થયો બ્લાસ્ટ (Blast)
પ્રાપ્ત વિગતો મુજબ, ચાલીમાં રહેતું શ્રમિક દંપતી વહેલી સવારે રસોઈની તૈયારી કરી રહ્યું હતું, તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો. વિસ્ફોટ (Blast) એટલો તીવ્ર હતો કે રૂમનો દરવાજો તૂટી ને ટુકડાઓ થઈ ગયો અને આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો.
દંપતીનો આબદ બચાવ
ઘટનામાં રૂમમાં રહેલા દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જોકે તેમણે સમયસર હિંમત દાખવીને રૂમમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક આગેવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને અસરગ્રસ્ત પરિવારને મદદ પહોંચાડી.
ઘટના CCTVમાં કેદ
આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટ પછી લોકો ઘરમાંથી દોડીને બહાર આવતા જોવા મળે છે. જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાહતની વાત એ છે કે વિસ્ફોટ (Blast) બાદ કોઈ આગ લાગવાની ઘટના બની નહોતી.
પોલીસને સમગ્ર મામલે કરાઇ જાણ
જોકે, બ્લાસ્ટના કારણે ઘરની અંદર રહેલી ઘરવખરીને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પ્રાથમિક નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આરોગ્ય તપાસ, તણાવ નિયંત્રણ અને સમયસર સારવાર લેવા અપીલ કરી રહ્યા છે.
