Valsad News: વલસાડ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક (Heart Attack) પરંતુ અંતે આશાસ્પદ અને સુખદ પરિણામ આપતી ઘટના સામે આવી છે. જૈન સમાજના અગ્રણી (Jain Samaj Leader )અને સમાજસેવક તરીકે ઓળખાતા મનસુખ શેઠિયાને અચાનક હાર્ટ એટેક (Heart Attack )આવ્યો હતો. આ ગંભીર સ્થિતિ દરમિયાન તેમના હૃદયના ધબકારા અંદાજે 3 મિનિટ સુધી બંધ થઈ ગયા હતા, પરંતુ પરિવારજનોની સતર્કતા અને સમયસર આપવામાં આવેલી CPRના કારણે તેઓ મોતના મુખમાંથી પાછા ફર્યા.
હાર્ટ એટેક (Heart Attack) બાદ ફરી શરૂ થયા ધબકારા
પ્રાપ્ત વિગતો અનુસાર, મનસુખ શેઠિયા તેમના નિવાસસ્થાને હાજર હતા ત્યારે અચાનક તેમને અસ્વસ્થતા અનુભવાઈ. થોડી જ વારમાં તેઓ બેભાન થઈ ગયા અને શ્વાસોચ્છ્વાસ બંધ થવા લાગ્યા. આ સમયે પરિજનોએ કોઈ પણ પ્રકારની વિલંબ કર્યા વિના તાત્કાલિક CPR આપવાનું શરૂ કર્યું. સતત પ્રયત્નો બાદ લગભગ ત્રણ મિનિટ પછી મનસુખ શેઠિયાના હૃદયના ધબકારા (Heart Beats )ફરી શરૂ થયા, જે પરિવાર માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું.
View this post on Instagram
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો જે હાલ સોશિયલ મીડિયા (Social Media) માં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ અનેક લોકોએ પરિવારજનોની સમજદારી અને ઝડપી નિર્ણયશક્તિને બિરદાવ્યા છે.
આ ઘટના સમાજ માટે મહત્વનો સંદેશ આપે છે કે અચાનક હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં સમયસર લેવામાં આવેલું યોગ્ય પગલું જીવ અને મોત વચ્ચેનો ફરક બની શકે છે. આરોગ્ય નિષ્ણાતો પણ લોકોને CPR જેવી પ્રાથમિક જીવનરક્ષક (CPR Saves Life) તકનીક શીખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
વલસાડની આ ઘટના હૃદયદ્રાવક હોવા છતાં અંતે આશા અને જાગૃતિનો સંદેશ આપી ગઈ છે
આ પણ વાંચો: UAE જતી એર અરેબિયાની ફ્લાઇટમાં એક મુસાફરને 35,000 ફૂટની ઊંચાઈએ આવ્યો હાર્ટ એટેક
આ પણ વાંચો: જો તમને એકલામાં હાર્ટ એટેક આવે તો આ રીતે જીવ બચાવી શકાય, ડૉક્ટરે સરળ ટિપ્સ જણાવી
આ પણ વાંચો:40 પછી મહિલાઓ માટે આહારમાં આવશ્યક, લાંબા સમય સુધી ફિટ રહો!
