gujarat rain/ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ આળસ મરડી છે અને ફરીથી વરસવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં લાંબા સમય બાદ મંગળવારના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ આળસ મરડી છે અને ફરીથી વરસવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં લાંબા સમય બાદ મંગળવારના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ કુલ 3 તાલુકામાં 3 ઈંચથી વધુ, 11 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 25 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે. . મેઘરાજા અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપર મહેરબાન છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહ્વામાં 3.66 ઈંચ, ચીખલીમાં 3 ઈંચથી વધુ, ક્વાંટમાં 3 ઈંચ, પલસાણામાં 2.63 ઈંચ, નાંદોદમાં 2.4 ઈંચ, ગારિયાધારમાં 2.4 ઈંચ, છોટા ઉદેપુરમાં 2.28 ઈંચ, જેતપુર પાવીમાં 2.28 ઈંચ, ભરૂચમાં 2.08 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ અને ગળતેશ્વરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 87 તાલુકામાં પણ સામાન્યથી 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ સોરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ,દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું

આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો:  ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં