Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) આવેલી છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સોલર પેનલ (Solar Panel) હોવા છતાં કરોડોનું વીજ બિલ ચૂકવે છે. સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે સોલર પેનલ લગાવવામાં આવી જે અત્યારે બંધ હાલતમાં છે. સોલર પેનલ મેન્ટેનન્સના અભાવે લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી સિવિલ હોસ્પિટલ કરોડો રૂપિયાના બીલની ચૂકવણી કરે છે.
સરકાર હોસ્પિટલ (Government Hospital) તેમજ અન્ય સરકારી સંસ્થામાં લોકોને રાહત મળે તે હેતુસર આધુનિક સાધનો વિકસાવે છે. પરંતુ આધુનિક સાધનો વિકસાવ્યા બાદ તેની પાછળ મેન્ટેનન્સ એટલું જ જરૂરી છે. સોલર પેનલ જેવા કોઈપણ સાધનમાં જો યોગ્ય રીતે મેન્ટેનન્સ ના કરવામાં આવે તો તે સાધન કામ વગરનું બને છે અને તેનો ઉપયોગ કરી શકાતો નથી. હાલમાં સિવિલ હોસ્પિટલમાં પણ સોલર પેનલ મામલે આમ જ બન્યું છે. હોસ્પિટલમાં સુવિધા ઉભી કરવા તાત્કાલિક ધોરણે મશીનો લગાવવામાં તો આવે છે પરંતુ જ્યારે સમય જતાં મેન્ટેનન્સના અભાવે તે ઉપયોગ વગરના બની જાય છે.
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં સોલાર પેનલ (Solar Panel) અત્યારે બંધ હાલતમાં છે. હોસ્પિટલમાં કરોડોના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવી હતી. પરંતુ આરંભમાં ઉપયોગ થયા બાદ 2020થી તે બંધ હાલતમાં છે. સરકારી કામોમાં વિસંગતતા વધુ જોવા મળે છે. કારણ કે દરેક કામોમાં પહેલા મંજૂરી લેવાની થાય છે. પછી સોલર પેનલ લગાવવાની વાત હોય અથવા તો તેના મેન્ટનેન્સની બાબત હોય. સિવિલ હોસ્પિટલે સોલર પેનલ મેન્ટેન્સ બાબતે પણ સરકારની મંજૂરી લેવી પડે છે. સરકારી હોસ્પિટલો જ સરકારના લાભોથી વંચિત રહે છે. સિવિલ હોસ્પિટલમાં સોલાર પેનલના મેન્ટેનન્સને મંજૂરી ના મળતા 2020 બાદથી હોસ્પિટલ અંદાજિત દોઢ કરોડનું વીજ બિલ ચૂકવે છે.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 160મું અંગદાન
આ પણ વાંચો: જૂનાગઢ કલેક્ટરે સિવિલ હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત
