દિલ્હી/ ગોકુલપુરી મેટ્રો સ્ટેશનની બાલ્કની તૂટી, કાટમાળ નીચે 4 લોકો દટાયા; જુઓ વીડિયો

મેટ્રો સ્ટેશનની બાલ્કની અચાનક ધરાશાયી થવાને કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

Top Stories India

દિલ્હીમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ગોકુલપુરી મેટ્રો સ્ટેશનની એક બાલ્કની ધરાશાયી થઇ છે. મેટ્રો સ્ટેશનની બાલ્કની અચાનક ધરાશાયી થવાને કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દિલ્હી મેટ્રો ફેઝ 4ના નિર્માણાધીન સ્ટેશન પાસે દિવાલનો કેટલોક ભાગ અચાનક ઘસી પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સવારે 11 વાગ્યે બની હતી. મેટ્રો સ્ટેશનની બાલ્કનીનો આ ભાગ રોડ તરફ પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ અકસ્માતમાં 3-4 લોકો ઘાયલ થયા છે. બાલ્કનીના કાટમાળ નીચે એક વ્યક્તિ દટાઈ ગયો હતો. આ વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે. જો કે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કર્મચારીઓ અને ત્યાં હાજર લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા.

જ્યારે મેટ્રો સ્ટેશનની બાલ્કની પડી ત્યારે એક વ્યક્તિ સ્કૂટર પર મુસાફરી કરી રહ્યો હતો ત્યારે બાલ્કનીનો કાટમાળ તેના પર પડ્યો હતો. ઘાયલ વ્યક્તિને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘાયલ વ્યક્તિની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેસીબીની મદદથી ઘટના સ્થળ નજીકથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

સ્થાનિક પોલીસ અને મેટ્રો કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. આ મામલે કાયદા મુજબ કેસ પણ નોંધવામાં આવશે. બનાવ બાદ વધુ તપાસ હાથ ધરી છે. રાહત કાર્ય માટે ફાયર એન્જિન પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

ગોકુલપુરી મેટ્રો સ્ટેશન પર બાલ્કની ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાલ્કનીમાંથી આ કાટમાળ રોડ તરફ પડ્યો હતો. આ અકસ્માત જોઈને ત્યાંથી પસાર થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સારી વાત એ છે કે બાલ્કની પડતાંની સાથે જ પોલીસ અને કેટલાક લોકોએ કાટમાળ હટાવી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. જેના કારણે કાટમાળ નીચે દટાયેલા લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં પોલીસની ટીમ ત્યાં હાજર જોવા મળી રહી છે. કાટમાળનો એક ભાગ રોડ પર પડેલો જોવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૌતમ અદાણીની ઊંચી છલાંગ, 100 અબજ ડોલર ક્લબમાં પુનઃપ્રવેશ કરતા બન્યા વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણીમાં ભાજપને દક્ષિણ ભારતમાંથી સમર્થન મળી શકે છે, આ નેતા અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા

આ પણ વાંચો:હવે સંસદમાં શરૂ થશે ‘પત્ર યુદ્ધ’, મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ પર કોંગ્રેસ લાવશે બ્લેક પેપર

આ પણ વાંચો:કેન્દ્રમાં મંત્રીપદ, યુપીમાં લોકસભાની 4 મોટી બેઠકો, યોગી સરકારમાં પણ હિસ્સો… આ ફોર્મ્યુલા ભાજપ-આરએલડીમાં રચાઈ રહી છે