Gautam Adani/ ગૌતમ અદાણીની ઊંચી છલાંગ, 100 અબજ ડોલર ક્લબમાં પુનઃપ્રવેશ કરતા બન્યા વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ

મીડીયા અહેવાલ મુજબ બુધવારે ગૌતમ અદાણીની નેટવર્થ $2.7 બિલિયન વધીને $100.7 બિલિયન પર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા વિવાદાસ્પદ હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણીની નેટવર્થ $100 બિલિયનને વટાવી ગઈ હોય તેવું આ પ્રથમ વખત છે.

Top Stories India Business
YouTube Thumbnail 2024 02 08T114035.536 ગૌતમ અદાણીની ઊંચી છલાંગ, 100 અબજ ડોલર ક્લબમાં પુનઃપ્રવેશ કરતા બન્યા વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ

ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે વર્ષ 2024ની શરૂઆત બહુ સારી થઈ છે. ગૌતમ અદાણીએ વૈશ્વિક સ્તરે ઊંચી છલાંગ લગાવતા 100 અબજ ડોલર ક્લબમાં પુનઃપ્રવેશ કર્યો છે. આ સાથે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. લાંબા સમય બાદ અદાણી ગ્રુપે રિકવરી કરી છે. બ્લૂમબર્ગના રીપોર્ટ અનુસાર બુધવારે અદાણીની કુલ સંપત્તિમાં વધારો થતા 100.7 બિલિયન ડોલર થઈ છે. આ આંકડા બતાવે છે કે હિડનબર્ગ વિવાદમાં ઘેરાયેલ ગૌતમ અદાણી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યા છે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં ગૌતમ અદાણી પર શેરબજારમાં હેરાફેરી જેવા ગંભીર આરોપો લાગતા અદાણીની સંપત્તિમાં 80 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો હતો. બજારમાં અદાણીના શેરોએ રોનક ગુમાવી હતી. અમેરીકાની એક એજન્સી હિંડનબર્ગ દ્વારા આ આરોપો લગાવવામાં આવ્યો હતો. જેના બાદ અદાલતે સેબીને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ મામલે અદાણી નિર્દોષ સાબિત થયા બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. સેબી ઉપરાંત અમેરિકન તપાસ એજન્સીએ પણ આ કેસમાં અદાણીને કલીન ચીટ આપતા અદાણી ગ્રુપે સારી રીકવરી મેળવતાઆ વર્ષે તેમને 16.4 બિલિયન ડોલર પાછા મળ્યા છે. અને ફરી એકવાર 100 અબજ ડોલરના અમીરોની યાદીમાં સામેલ થયા છે.બુધવારે અદાણીની કુલ સંપત્તિ વધીને $100.7 બિલિયન થઈ ગઈ છે.

વર્ષ 2021માં ગૌતમ અદાણી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ઉદ્યોગપતિ બન્યા | Gautam Adani is the highest-earning businessman in the world

મીડીયા અહેવાલ મુજબ બુધવારે ગૌતમ અદાણીની નેટવર્થ $2.7 બિલિયન વધીને $100.7 બિલિયન પર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા વિવાદાસ્પદ હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણીની નેટવર્થ $100 બિલિયનને વટાવી ગઈ હોય તેવું આ પ્રથમ વખત છે. જાન્યુઆરી 2023 સુધીમાં, અદાણીની નેટવર્થ લગભગ $120 બિલિયન સુધી પહોંચી ગઈ હતી અને તે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. તે જ સમયે હિંડનબર્ગના અહેવાલે ઘણું નુકસાન કર્યું હતું. એક સમયે ટોપ-થ્રીમાં પહોંચી ચૂકેલા અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોપ-30માંથી બહાર થઈ ગયા હતા. હવે તેને 100 અબજ ડોલર સુધી પહોંચવામાં એક વર્ષથી થોડો વધુ સમય લાગ્યો છે.

ગુરુવારે સવારે, બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઈન્ડેક્સ પર ગૌતમ અદાણીની નેટવર્થ $97.9 બિલિયન દેખાઈ રહી હતી. ઇન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં $1.30 બિલિયન અને વર્ષ 2024માં અત્યાર સુધીમાં $13.6 બિલિયનનો વધારો થયો છે. વિશ્વના સૌથી અમીર લોકોના આ ઈન્ડેક્સમાં તેઓ હાલમાં 14મા ક્રમે છે. જ્યારે ફોર્બ્સની યાદી જણાવે છે કે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હાલમાં $82.2 બિલિયન છે અને આ સંપત્તિ સાથે તેઓ વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ છે. તાજેતરના ઉદય સાથે, અદાણી હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નજીક આવી ગયા છે. અંબાણી હાલમાં ફોર્બ્સની યાદીમાં $111.4 બિલિયનની નેટવર્થ સાથે 11મા ક્રમે છે, પરંતુ બ્લૂમબર્ગના ઇન્ડેક્સ પર તેમની કુલ સંપત્તિ $107 બિલિયન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે