કાશ્મીર/ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. શ્રીનગરમાં આતંકીઓએ કરેલા ગોળીબારમાં બે લોકોને ગોળી વાગી હતી.

Top Stories India
12 જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. શ્રીનગરમાં આતંકીઓએ કરેલા ગોળીબારમાં બે લોકોને ગોળી વાગી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મૃતક પંજાબના અમૃતસરનો રહેવાસી હતો. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે આતંકવાદીઓએ બે પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. કાશ્મીર પોલીસે જણાવ્યું કે હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ પંજાબના અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહ તરીકે થઈ છે. શ્રીનગરના શલ્લા કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ અમૃતપાલ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આપણા સમાજમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે આ પ્રકારના બર્બરતાના કૃત્યો માત્ર પ્રગતિ અને શાંતિને અવરોધે છે જેના માટે આપણે પ્રયત્નશીલ છીએ. જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પાર્ટીએ કહ્યું કે શ્રીનગરના કારફારી વિસ્તારમાં કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. વ્યવસાયે સુથાર અમૃતપાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને રોહિત હોસ્પિટલમાં જીવન સામે ઝઝૂમી રહ્યો હતો