Not Set/ પીએમ મોદીના હેલ્થ ઇન્ડિયા મીશનથી પ્રેરાઇને આ કોંગી કોર્પોરેટરે કરી સાયકલ સવારી

પેટ્રોલ ના ભાવ જયારે આશમાન ચૂમે છે, ત્યારે રાજકોટ શહેર ના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર નીતિન રામાણી સાયકલ રાઈડીંગ કરતા જોવા મળ્યા. હજી 2 દિવસ પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપ કાર્યકરો સાથે મળી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ માં જોડાયા હતા અને આજે સાયકલ ચલાવતા જોવા મળ્યા. જયારે તેમને સાયકલ રાઈડીંગ નું પૂછવામાં આવ્યું […]

Top Stories Gujarat
rjt cycling પીએમ મોદીના હેલ્થ ઇન્ડિયા મીશનથી પ્રેરાઇને આ કોંગી કોર્પોરેટરે કરી સાયકલ સવારી

પેટ્રોલ ના ભાવ જયારે આશમાન ચૂમે છે, ત્યારે રાજકોટ શહેર ના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર નીતિન રામાણી સાયકલ રાઈડીંગ કરતા જોવા મળ્યા. હજી 2 દિવસ પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપ કાર્યકરો સાથે મળી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ માં જોડાયા હતા અને આજે સાયકલ ચલાવતા જોવા મળ્યા.

rjt cycling 1 e1537278945256 પીએમ મોદીના હેલ્થ ઇન્ડિયા મીશનથી પ્રેરાઇને આ કોંગી કોર્પોરેટરે કરી સાયકલ સવારી

જયારે તેમને સાયકલ રાઈડીંગ નું પૂછવામાં આવ્યું કે સાયકલ ચાલવાનું એક જાતનો કોંગ્રેસ નો વિરોધ છે કે શું? .. જવાબ માં તેમણે કહ્યું કે વડાપ્રધાન જયારે સાયકલીંગ કરતા હોય છે, અને વડાપ્રધાન ના હેલ્થ ઇન્ડિયા માટે સાયકલીંગ અનિવાર્ય છે માટે હું મારા દેહના આરોગ્ય માટે સાયકલીંગ કરું છું. આને મારે સાયકલ ચલાવાને ને અને પેટ્રોલ ને કાઈ સબંધ નથી.

પેટ્રોલ નો ભાવ વિશ્વ સ્તરે વધવામાં આવતો હોય છે માટે હું એના માટે કોઈ પક્ષ સામે વિરોધ ના નોધાવી શકું અને વડાપ્રધાન ની કામગીરી ને હું માન આપું છું. સ્વચ્છતા અભિયાન પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે સમાજ માટે માટે મેં તેને ટેકો આપ્યો. કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ પ્રકાર નું અલ્ટીમેટમ નથી આવેલું. અને જો પાર્ટી મને પાર્ટી થી છૂટો કરશે તો આગળ જોશું બીજા પક્ષ સાથે કાર્ય કરશું. સાફ શબ્દો માં કહેવા જઈએ તો નીતિન રામાણી ભાજપમાં એન્ટ્રી ની રાહ જોઈ રહ્યા છે અને ટુક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે.