Not Set/ ડોલરની સામે રૂપિયો થયો ઓલ ટાઈમ હાઈ, ૭૨.૯૭ રૂ.નો થયો એક ડોલર

 નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતીય રૂપિયામાં થયેલા ૪૬ પૈસાના ઘટાડા સાથે એક ડોલરની કિંમત ૭૨.૯૭ના રેકોર્ડ સ્તર પર પહોચી છે. જોવામાં આઅવે તો ડોલરની સામે ભારતીય રૂપિયાનું આ સૌથી ન્યૂનતમ સ્તર છે. રૂપિયો મજબૂત થવાની આશા નહીવત નિષ્ણાતોનું […]

Top Stories Trending Business
rupee falling 660 050818112538 ડોલરની સામે રૂપિયો થયો ઓલ ટાઈમ હાઈ, ૭૨.૯૭ રૂ.નો થયો એક ડોલર

 નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે.

મંગળવારે ભારતીય રૂપિયામાં થયેલા ૪૬ પૈસાના ઘટાડા સાથે એક ડોલરની કિંમત ૭૨.૯૭ના રેકોર્ડ સ્તર પર પહોચી છે. જોવામાં આઅવે તો ડોલરની સામે ભારતીય રૂપિયાનું આ સૌથી ન્યૂનતમ સ્તર છે.

રૂપિયો મજબૂત થવાની આશા નહીવત

DnRIbrHWwAAVplm ડોલરની સામે રૂપિયો થયો ઓલ ટાઈમ હાઈ, ૭૨.૯૭ રૂ.નો થયો એક ડોલર
business–indian-rupee-reached-record-level-dollar-72-97-rupees-per-1-dollar

નિષ્ણાતોનું માનવું છે કે,, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે.

શેરબજારમાં પણ જોવા મળ્યો કડાકો

sensex 1517921935 1 1 ડોલરની સામે રૂપિયો થયો ઓલ ટાઈમ હાઈ, ૭૨.૯૭ રૂ.નો થયો એક ડોલર
business–indian-rupee-reached-record-level-dollar-72-97-rupees-per-1-dollar

ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડાની અસર શેરબજાર પર પણ પડી રહી છે. મંગળવારે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સ પર ૨૯૪.૮૪ પોઈન્ટના કડાકા બાદ ૩૭૨૯૦.૬૭ ના સ્તર પર પહોચ્યો છે, જયારે નિફ્ટી પણ ૯૮.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૨૭૮.૯૦ ના સ્તર પર પહોચી ગયો છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ભડકો

DnQc8p9XsAAFvWY ડોલરની સામે રૂપિયો થયો ઓલ ટાઈમ હાઈ, ૭૨.૯૭ રૂ.નો થયો એક ડોલર
business–indian-rupee-reached-record-level-dollar-72-97-rupees-per-1-dollar

ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૧૬ રૂપિયા અને ડીઝલ ૭૩.૮૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે