Uttar Pradesh/ પોલીસનો યુનિફોમ પહેરીને પૈસા પડાવતા વ્યક્તિની ઘરપકડ કરતી પોલીસ

ઉત્તરપ્રદેશના બિજનૌરમાંથી એક નકલી ઈન્સ્પેક્ટરની પોલીસે ઘરપકડ કરી છે.આ નકલી ઈન્સ્પેક્ટર ઘણા સમયથી વાહન તપાસના બહાને ડ્રાઈવરો પાસેથી પૈસા પડાવતો હતો.

Trending India
Cricket Tutorials YouTube Thumbnail 80 પોલીસનો યુનિફોમ પહેરીને પૈસા પડાવતા વ્યક્તિની ઘરપકડ કરતી પોલીસ

ઉત્તર પ્રદેશના બિજનૌરમાંથી એક નકલી ઈન્સ્પેક્ટરની પોલીસે ઘરપકડ કરી છે.આ નકલી ઈન્સ્પેક્ટર ઘણા સમયથી વાહન તપાસના બહાને ડ્રાઈવરો પાસેથી પૈસા પડાવતો હતો. પોલીસ ઘણા દિવસોથી તેને શોધી રહી હતી. આરોપીની ઓળખ સેંટી તરીકે કરવામાં આવી છે, પોલીસના જણાવ્યા અનુસાર, તેના જૂના ગુનાહિત રેકોર્ડની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે તેણે અગાઉ પણ પોલીસનો યુનિફોર્મ પહેરીને લોકોને છેતર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર તેણે યુપી પોલીસમાં ઈન્સ્પેક્ટર અને હોમગાર્ડ તરીકે ભરતી થવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા હતા. પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તેણે રસ્તા પર જોયું કે લોકો યુનિફોર્મ પહેરેલા પોલીસકર્મીઓથી કેટલા ડરે છે. જે બાદ પૈસા કમાવવાના લોભમાં તેણે પહેલા પોલીસનો યુનિફોર્મ ખરીદ્યો અને પછી તેને પહેરીને રસ્તા પર ગેરકાયદેસર છેડતી શરૂ કરી.

પોલીસના જણાવ્ય આનુસાર તેમને ફરીયાદ મળી હતી કે એક વ્યક્તિ પોલીસનો યુનીફોમ પહેરીને બિઝનૌર વિસ્તારમાં લોકોના વાહનની તપાસ કરતો હતો અને તે પોતાને યુપી પોલીસમાં ઇન્સ્પેકટર બતાવતો હતો. આ વ્યક્તિ વાહન ચાલકને કોઇની કોઇ ભુલ કાઢીને જેલમાં પુરી દેવાની અને વાહન જપ્ત કરવાની ઘમકી આપતો હતો. જ્યારે કોઇ વ્યક્તિ તેનો વિરોધ કરતુ ત્યારે તેમને પાસે પૈસા લઇને છોડી દેતો હતો. ત્યાર બાદ તેણે સેંટીને પકડ્યો હતો.

પીડિતોએ જણાવ્યું કે આરોપી એકલો રહે છે અને વાહન ચેકિંગ દરમિયાન કોઈ પોલીસ પાર્ટી તેની સાથે રહેતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે જે રૂટ પર ડ્રાઇવરો પાસેથી પૈસા લીધા હતા તે રૂટના CCTV સ્કેન કરવામાં આવ્યા હતા. જે પછી યોજના મુજબ નકલી ઈન્સ્પેક્ટરને પકડી શકાયો હતો. પુછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે કહ્યું કે તે બેરોજગારી અને પૈસાના લોભને કારણે આવું કરતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ