Not Set/ સડક પરના ખાડાએ લીધી પુત્રની જાન, પિતા આવી રીતે લઇ રહ્યા છે બદલો…

મુંબઈની સડક પર પડેલા ખાડાઓના કારણે જાણે કેટલા લોકો પોતાના સ્વજનોને ગુમાવી ચુક્યા હશે. કેટલાક લોકો આ દુઃખમાં જિંદગી વિતાવી દે છે, જયારે એક શખ્સ એવો પણ છે જેણે આના માટે પગલાં લેવાનો ફેંસલો કર્યો છે. ત્રણ વર્ષ પહેલા પોતાના 16 વર્ષના પુત્રને ખોઈ ચુક્યા બાદ દાદારાવ બિલહોરે એક અનોખું પગલું લીધું છે. તેઓ પોતાના પુત્રની […]

Top Stories India
dadarao bhilore સડક પરના ખાડાએ લીધી પુત્રની જાન, પિતા આવી રીતે લઇ રહ્યા છે બદલો...

મુંબઈની સડક પર પડેલા ખાડાઓના કારણે જાણે કેટલા લોકો પોતાના સ્વજનોને ગુમાવી ચુક્યા હશે. કેટલાક લોકો આ દુઃખમાં જિંદગી વિતાવી દે છે, જયારે એક શખ્સ એવો પણ છે જેણે આના માટે પગલાં લેવાનો ફેંસલો કર્યો છે. ત્રણ વર્ષ પહેલા પોતાના 16 વર્ષના પુત્રને ખોઈ ચુક્યા બાદ દાદારાવ બિલહોરે એક અનોખું પગલું લીધું છે. તેઓ પોતાના પુત્રની પુણ્યતિથિ પર એ જગ્યાએ ખાડા ભરવા જઈ રહ્યા છે જ્યાં એની જાન ગઈ હતી. આટલું જ નહિ છેલ્લા ત્રણ વર્ષમાં તેઓ 555 ખાડા ભરી ચુક્યા છે.

દાદારાવ ના એક બીજા સંબંધી પણ એવા છે જે સડકના ખાડાના કારણે દુર્ઘટના બાદ ઘાયલ થયા હતા. એમનો ઈલાજ ચાલી રહ્યો છે. દાદારાવ કહે છે કે પ્રશાસન ત્યારે જ પગલાં લે છે જયારે કોઈ ઘટના બને છે. તેઓ સવાલ કરે છે કે કોઈ દુર્ઘટના થવાની રાહ કેમ જોવામાં આવે છે.

તેઓ જણાવે છે કે એમના પુત્રના મૃત્યુ બાદ તેઓ નિર્માણાધીન ઇમારતો પાસે રેતી વગેરે ચીજો એકઠી કરે છે. એનાથી તેઓ શહેરની સડકોના ખાડા ભરે છે. ઇમારતો ના નિર્માણ કાર્યમાં લગતા સામાનને ફેંકી ના દેવા અનુરોધ કરે છે.