Not Set/ લોકપાલ સભ્ય નિવૃત્ત જસ્ટિસ એ કે ત્રિપાઠીનું કોરોના સંક્રમણથી નિધન

લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) અજયકુમાર ત્રિપાઠી, જેમને કોરોના વાયરસ ચેપ લાગ્યો હતો, તેમનુ શનિવારે એઈમ્સમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે 62 વર્ષનાં હતા. 2 એપ્રિલે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તેમની પુત્રી અને કૂકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો પરંતુ તે બંને તેનાથી સ્વસ્થ થઈ ગયા હતા. […]

India
6bf834e95c885a495725e5fa359d2e08 લોકપાલ સભ્ય નિવૃત્ત જસ્ટિસ એ કે ત્રિપાઠીનું કોરોના સંક્રમણથી નિધન
6bf834e95c885a495725e5fa359d2e08 લોકપાલ સભ્ય નિવૃત્ત જસ્ટિસ એ કે ત્રિપાઠીનું કોરોના સંક્રમણથી નિધન

લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) અજયકુમાર ત્રિપાઠી, જેમને કોરોના વાયરસ ચેપ લાગ્યો હતો, તેમનુ શનિવારે એઈમ્સમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે 62 વર્ષનાં હતા. 2 એપ્રિલે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તેમની પુત્રી અને કૂકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો પરંતુ તે બંને તેનાથી સ્વસ્થ થઈ ગયા હતા. જસ્ટિસ ત્રિપાઠીને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તપાસ બાદ પુષ્ટિ થઈ હતી કે તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને તેમને ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.

ત્રિપાઠી એ પહેલા કોરોના દર્દી હતા જેમને ત્યાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, મોટાભાગનાં અકસ્માતનો ભોગ બનેલા લોકોની સારવાર એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં તેને ડેડિકેટેડ કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી છે. આરોગ્ય વ્યવસાયિકોએ કહ્યું છે કે, કોરોના વાયરસ ખાસ કરીને ખૂબ જ નાના બાળકો અને વૃદ્ધો માટે જોખમી છે. એઈમ્સનાં ડૉક્ટરો કહે છે કે લાંબી લડાઇ બાદ પણ તે લોકપાલ સભ્યને બચાવી શક્યા નહીં.

શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ બે અઠવાડિયા પહેલા સ્થિતિ સુધરી ત્યારે વેન્ટિલેટર કાઠી દેવામાં આવ્યુ હતું, પરંતુ ગયા અઠવાડિયે તેમને ફરીથી વેન્ટિલેટર પર મુકવા પડ્યાં હતાં. દરમિયાન, એઈમ્સનાં ડૉક્ટરો નવી તકનીક પર કામ કરતા દર્દીને એક પ્રોન વેન્ટિલેટર પર મૂકી છે જેમાં દર્દીને ઉંધા ઉભા રાખીને વેન્ટિલેટર આપવામાં આવે છે. ડૉક્ટરોની આ યુક્તિએ થોડા દિવસો સુધી કામ પણ કર્યું, પરંતુ ડૉક્ટરો તેઓને ફરીથી માંદગીથી બચાવી શક્યા નહીં.

ન્યાયાધીશ એકે ત્રિપાઠી ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલનાં ચાર ન્યાયિક સભ્યોમાંનાં એક હતા. તેમણે બિહાર રાજ્યનાં એડવોકેટ જનરલ તરીકે પણ સેવા આપી હતી અને પટણા હાઇકોર્ટનાં એડિશનલ જજ પદે બઢતી મેળવી હતી અને બાદમાં ચીફ જસ્ટિસ બન્યા હતા. ગયા વર્ષે 23 માર્ચે લોકપાલનાં ન્યાયિક સભ્ય તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.