ચિંતા/ ભારતમાં જોવા મળતો કોરોના વેરિઅન્ટ ચિંતાજનક-WHO

કોરોના વેરિઅન્ટ ચિંતાજનક છે.

India
who ભારતમાં જોવા મળતો કોરોના વેરિઅન્ટ ચિંતાજનક-WHO

દેશ કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે .કોરોના કેસો મામલે હાલ ભારત પ્રથમ સ્થાને છે.એક અહેવાલ મુજબ ભારતમાં મળેલો  કોરોના વેરિઅન્ટ ખુબ ઝડપથી સંક્રમણ  ફેલાઇ રહ્યો છે.આ વેરિએન્ટ મામલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચિંતા વ્યકત કરી છે. આ વેરિઅન્ટ ખુબ ચિંતિત કરવા વાળો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકએ પણ વેરિએન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. મુખ્ય વૈજ્ઞાનિક સૈામ્યા સ્વામીનાથને કહ્યું હતું કે ભારતમાં ફેલાઇ  રહેલાે  કોરોના વાયરસ ખતરનાક છે અને ઝડપથી ફેલાઇ રહ્યો છે.આ વેક્સિન પણ બેઅસર કરી શકે છે. એએફપીને આપેલા ઇન્ટરવ્યુમાં સૌમ્યા સ્વામીનાથે ચેતવણી આપતાં કહ્યું હતું કે ભારતની સ્થિતિ જોતા માલુમ પડે છે કે આ વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં ગત વર્ષે ઓકટોબરમાં બી.1.617 ડિટેક્ટ થયો છે.

બી.1.617 વેરિઅન્ટ ખુબ ખતરનાક છે જે ચિંતાજનક બાબત છે.આ વેરિએન્ટ મ્યૂટેટ કરે છે તેનાથી ટ્રાન્સમિશન પણ વધે છે.તે વેક્સિન દ્વારા અથવા એન્ટીબોડીને પણ બેઅસર કરી શકે છે.