કર્ણાટક સેક્સ કાંડના મુખ્ય આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્ના 35 દિવસ બાદ જર્મનીથી ભારત પહોંચી ગયા છે. ફ્લાઈટ બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ SITએ તેની અટકાયત કરી કસ્ટડીમાં લઈ લીધો હતો. પ્રજ્વલને અહીંથી CID ઓફિસમાં લાવવામાં આવ્યો હતો.
સૂત્રો મુજબ, પ્રજ્વલની સૌથી પહેલા આજે પૂછપરછ કરવામાં આવશે. બાદમાં તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. પ્રજ્વલને મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. સાથે ફોરેન્સિક ટીમ તેના ઓડિયો સેમ્પલ પણ લેશે. જેથી એ જાણી શકાય કે વાયરલ સેક્સ વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તે પ્રજ્વલનો છે કે નહીં.
અહેવાલ અનુસાર પ્રજ્વલે જર્મનીના મ્યુનિકથી બેંગ્લોરની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી. ભારત આવતા પહેલા તેના વતી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જોકે, કોર્ટે અરજી ફગાવી દીધી હતી. SIT આજે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માંગી શકે છે.
પ્રજ્વલ સામે 3 મહિલાઓની છેડતીના 3 કેસ નોંધાયેલા છે. 26 એપ્રિલે લોકસભા ચૂંટણીનાં મતદાન બાદ તે જર્મની ગયો હતો, ત્યારથી તેની કોઈ ભાળ મળી નહોતી. જ્વલ હાસન લોકસભા બેઠક પરથી જેડીએસના ઉમેદવાર છે.
કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્નાએ 27 મેના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેને કહ્યું હતું કે, ‘હું 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈશ. મારા પરના તમામ આરોપો ખોટા છે. મને કોર્ટમાં વિશ્વાસ છે અને વિશ્વાસ છે કે હું કોર્ટ દ્વારા ખોટા કેસમાંથી બહાર આવીશ.’
આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી
આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ
આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?
