Loksabha Electiion 2024/ PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

PM મોદીદ્વારા કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન કરવાના સમાચાર સામે આવ્યા બાદ વિપક્ષ આક્રમક બન્યો છે.

Top Stories India Breaking News

PM મોદી દ્વારા કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન કરવાના સમાચાર સામે આવ્યા બાદ વિપક્ષ આક્રમક બન્યો છે. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે જો પીએમ ત્યાં પસ્તાવો કરવા જતા હોય તો સારું છે કારણ કે જે વ્યક્તિ વિવેકનો અર્થ નથી જાણતો તે કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરશે.

દરમિયાન, ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદીનું આ ધ્યાન ટેલિવિઝન પર બતાવવામાં આવશે, તો તેમની પાર્ટી ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. મમતાનું કહેવું છે કે ધ્યાન ટેલિકાસ્ટ કરવાથી આચાર સંહિતાનું ઉલ્લંઘન થશે. બીજી તરફ કોંગ્રેસે મોદીના ‘ધ્યાન’ સામે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. મોદીના પગલાને આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

પીએમ મોદી 30 મેની સાંજ સુધીમાં તમિલનાડુના કન્યાકુમારી પહોંચવાના છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તે વિવેકાનંદ રોક મેમોરિયલમાં 48 કલાક (30 મેની રાતથી 1 જૂનની સાંજ સુધી) ધ્યાન કરશે. 2019માં છેલ્લા તબક્કાના મતદાન પહેલા મોદી કેદારનાથ ગયા હતા. ત્યાં બનેલી રુદ્ર ગુફામાં 17 કલાક સુધી તપ કર્યું હતું. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં 57 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થવાનું છે. આ બેઠકો માટે ચૂંટણી પ્રચાર 30 મેના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…

આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે