Not Set/ કોઈ પણ બટન પ્રેસ કરવા પર bjpને જઈ રહ્યો છે વોટ, મતદાતાઓનો હોબાળો

કાનપુર: ચકેરી થાનાક્ષેત્રના વોર્ડ 58માં વોટિંગ કરવા પહોંચેલા મતદાતાઓએ હંગામો કર્યો હતો. મતદાતાઓએ આરોપ લગાવ્યો હતો કે ઈવીએમમાં કોઈ પણ બટન દબાવાઈએ તો વોટ માત્ર ભાજપને જ જાય છે. મતદાતાઓએ કહ્યું કે સાઈકલ તેમજ પંખાનું બટન દબાવવા પર માત્ર કમલના નિશાન પર જ લાઈટ થાય છે. આ દરમિયાન સૂચના પર પહોંચેલી પોલીએ અને અધિકારીઓએ ઈવીએમને […]

Top Stories

કાનપુર:

ચકેરી થાનાક્ષેત્રના વોર્ડ 58માં વોટિંગ કરવા પહોંચેલા મતદાતાઓએ હંગામો કર્યો હતો. મતદાતાઓએ આરોપ લગાવ્યો હતો કે ઈવીએમમાં કોઈ પણ બટન દબાવાઈએ તો વોટ માત્ર ભાજપને જ જાય છે. મતદાતાઓએ કહ્યું કે સાઈકલ તેમજ પંખાનું બટન દબાવવા પર માત્ર કમલના નિશાન પર જ લાઈટ થાય છે. આ દરમિયાન સૂચના પર પહોંચેલી પોલીએ અને અધિકારીઓએ ઈવીએમને ચેક કરીને લોકોની જે શંકા હતી તે દુર કરવામાં આવી હતી.

ચકેરી તિવારીપુર વોર્ડમાં બુથ 58 પર વોટિંગ કરવા નીકળેલા મતદાતાઓએ આરોપ લગાવ્યો છે કે કોઈ પણ પાર્ટીના પક્ષમાં વોટ નાખો તો તે માત્ર બીજેપીમાં જ જાય છે. વિપક્ષી પાર્ટીના લોકોને જ્યારે જાણકારી મળી તો તેમણે બૂથની બહાર હંગામો કરવાનું શરૂ કરી દિધું હતું. લોકોનું કહેવું છે કે જો તમે પંજાનું બટન દબાવો તો માત્ર કેમલની લાઈટ થાય છે. લોકોનું કહેવું છે કે આ સામાન્ય પ્રજા સાથે દગો થઈ રહ્યો છે.