Not Set/ અંબાજી : જાણો, લોકોએ કેમ લગાવ્યાં “ST” હાય હાયનાં નારા ?

ગુજરાત અને દેશભરમાં અસ્થાના કેન્દ્ર સમા પવિત્રયાત્રા ધામ અંબાજી ખાતે ગુજરાત વાહન વ્યવહાર નિગમ લોકોની રોષનું ભોગ બન્યું હતું અને લોકોએ ST વિરૂધ ભારે સૂત્રોચાર કરી જોરશોરથી ST હાય હાય નાં બુલંદ નારા લગાવ્યા હતા. એવું તે શું થયું કે લોકો અંબાજીમાં ભક્તિ ભૂલીને આંદોલનકારી આદાઓમાં આવી ગયા. વાત જાણે એમ છે કે, હાલ અંબાજીમાં […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાત અને દેશભરમાં અસ્થાના કેન્દ્ર સમા પવિત્રયાત્રા ધામ અંબાજી ખાતે ગુજરાત વાહન વ્યવહાર નિગમ લોકોની રોષનું ભોગ બન્યું હતું અને લોકોએ ST વિરૂધ ભારે સૂત્રોચાર કરી જોરશોરથી ST હાય હાય નાં બુલંદ નારા લગાવ્યા હતા. એવું તે શું થયું કે લોકો અંબાજીમાં ભક્તિ ભૂલીને આંદોલનકારી આદાઓમાં આવી ગયા.

વાત જાણે એમ છે કે, હાલ અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને ભક્તોનું ધોડાપૂર વહી રહ્યું છે, દેશ-વિદેશ અને ખાસ કરીને ગુજરાતભરમાંથી ભારદવી પૂનમે લોકો મા નાં દરબારમાં માથું નમાવવા આવતા હોય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભાદરવી પૂનમને લઇને મુસાફરોની સુવીધા સાચવવાની વાત કરવામા આવી હતી અને અનેક બસોને સ્પેશિયલ ફાળવવામાં આવી હતી.

તમામ વાતો વચ્ચે પણ લોકોને અમદાવાદ જવા માટે બસ ન મળતા શ્રદ્ધાળુઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.  લોકોનું કહેવું છે કે, છેલ્લા 3 કલાકથી અંબાજીથી ઘરે જવા બસ નથી મળી રહી, તમામ કોશિશ પછી પણ STનું તંત્ર કઇ કરી રહ્યું હોય તેવું લાગી નથી રહ્યું અને બસ આ જ કારણે લોકોનાં રોષનો શિકાર બનતા ST હાય હાયનાં નારા અંબાજીમાં ગુંજી ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.