- મંદી-રોજગારી મામલે મંત્રીએનાં મનફાવે તેવા નિવેદન
- મંત્રીનાં નિવેદન લોકોને મનભાવતા નથી
- મંત્રીઓ મોદી-શાહનું કામ બગાડી મુશ્કેલ બનાવી રહ્યા છે
- આર્થિકતંત્રની વાસ્તવીકતા સરકાર સ્વીકારે
NDAના સૌથી જુના અને ભાજપનાં સૌથી મજબુત સાથી મનાતા પક્ષ શિવસેના દ્વારા ફરી એક વાર સરકાર અને ખાસ કરીને સરકારનાં મંત્રીઓને ધેરવામાં આવ્યા હતા. શિવસેના દ્વારા નાણાં મંત્રીને નિર્મલા સિતારમનને ટોણો મારતા કહેવામાં આવ્યું છે કે, અર્થતંત્ર મામલે સિતારમનનું રિસર્ચ ન્યૂટન – આઈનસ્ટાઇનનાં અનેક શોધ કરતા પણ અનેક ગણું મોટું છે.
આપને જણાવી દઇએ કે, શિવસેના એક માત્ર સરકારનો સહિયોગી પક્ષ છે જેણે સૌથી પહેલા સરકારને નિરભિક રીતે સલાહ આપી હતી કે, અર્થતંત્ર મામલે સરકારે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધાન ડો. મન મોહનસિંહની સલાહ લેવી જોઇએ, એમ કરવામાં કોઇ ખરાબી નથી જ્યારે વાત દેશની હોય.
દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિથી વ્યતીત દેખાતી સેના દ્વારા પોતાના મુખપત્ર સામના થકી કહેવામાં આવ્યું છે કે, જ્યારે PM મોદી અને અમિત શાહ સારા કામો કરી રહ્યા છે. ત્યારે તેમના મંત્રી અર્થવ્યવસ્થા અને રોજગાર પર મનફાવે તેવા નિવદેન કરી તેમનું કામ બગાડી રહ્યા હતા.
સામનામાં શિવસેનાએ લખ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ અને રોજગાર મુદ્દે દેશભરમાંથી સવાલ ઉભા થઇ રહ્યા છે અને અમે આ સવાલોને નજર અંદાજ કરી શકીએ તેમ નથી. કેન્દ્રીય મંત્રીઓ વારંવાર ખોરવાઇ રહેલી અર્થવ્યવસ્થા અને રોજગારને મજાક બનાવી મોદી અને શાહની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
શિવસેનાએ સામનામાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને સીધે સીધા ટાંકતા લખ્યું હતું કે, આપણા મંત્રી વિજ્ઞાનનાં આધારને જ બદલવા જઇ રહ્યા છે. પરંતુ શુું મંત્રીઓનાં આ રિસર્ચ, લાખો લોકોને રોજગાર પૂરો પાડી શકશે ?. તો નાણાં મંત્રીનાં નિવેદન પર ચાબખા મારતા કહ્યું છે કે, ઓટોમોબાઇલ્સમાં મંદી માટે સીતારમણનું સંશોધન (રિસર્ચ) આઇનસ્ટાઇન અને ન્યૂટનની શોધ કરતા અનેક ગણું મોટું છે.
શિવસેના દ્વારા ફરી કોંગ્રેસનાં પૂર્વ વડાપ્રધાન ડો.મન મોહનસિંહ દ્વારા ઉઠાવવામાં આવેલા આર્થિક મુદ્દાઓ અને સરકારનને સુચવવામાં આવેલા પગલાનું મુક સમર્થન કરવામાં આવ્યું છે. જો કે આ મામલે સેના સ્પષ્ટ સમર્થન પણ જાહેર કરી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
