Not Set/ ફેબ્રુઆરીમાં રાહુલ – પ્રિયંકા કરશે ઉત્તરપ્રદેશમાં પ્રચાર, PM મોદી હશે આ મિશન પર

નવી દિલ્હી, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે રાજકીય પાર્ટીઓ દ્વારા આ ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. એક બાજુ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકારને રોકવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે. આ વચ્ચે કોંગ્રેસનું ફોકસ દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશ પર છે, જ્યાં […]

Top Stories India Trending
rahul priyanka ફેબ્રુઆરીમાં રાહુલ - પ્રિયંકા કરશે ઉત્તરપ્રદેશમાં પ્રચાર, PM મોદી હશે આ મિશન પર

નવી દિલ્હી,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે રાજકીય પાર્ટીઓ દ્વારા આ ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

એક બાજુ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકારને રોકવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે. આ વચ્ચે કોંગ્રેસનું ફોકસ દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશ પર છે, જ્યાં ભાજપ દ્વારા પણ યુપીની સાથે સાથે મિશન બંગાળ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

706911 namo vs raga 2 ફેબ્રુઆરીમાં રાહુલ - પ્રિયંકા કરશે ઉત્તરપ્રદેશમાં પ્રચાર, PM મોદી હશે આ મિશન પર
national-2019-general-election-bjp-and-congress-election-campaign-pm modi and rahul gandhi

મળતી માહિતી મુજબ, આ ચૂંટણીને લઇ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેઓના બહેન પ્રિયંકા ગાંધી ૪ ફેબ્રુઆરીના રોજ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા વાડ્રાને રાજકારણમાં લાવવા માટેની ચર્ચાઓ ચાલી રહી હતી, જો કે ત્યારબાદ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા મોટો દાવ રમતા ગત બુધવારે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા વાડ્રાને પૂર્વી ઉત્તરપ્રદેશમાં મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પ્રિયંકા ગાંધી મૌની અમાવસ્યાના અવસર પર કુંભમાં સ્નાન કરી શકે છે તેમજ ૧૦ ફેબ્રુઆરી વસંત પંચમીના રોજ તેઓ અલ્હાબાદ જઈ શકે છે. સાથે સાથે રાહુલ ગાંધી પણ યુપીના ૧૩ અલગ અલગ ક્ષેત્રોમાં ૧૩ જાહેરસભાને સંબોધી શકે છે.

ભાજપ હશે મિશન બંગાળ પર

modi and shah 1509007249 ફેબ્રુઆરીમાં રાહુલ - પ્રિયંકા કરશે ઉત્તરપ્રદેશમાં પ્રચાર, PM મોદી હશે આ મિશન પર
national-2019-general-election-bjp-and-congress-election-campaign-pm modi and rahul gandhi

બીજી બાજુ લોકસભાની ચૂંટણીમાં મિશન બંગાળને પાર પાડવા માટે ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં ૨૦૦ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ ફેબ્રુઆરીના રોજ ઠાકુરનગર અને દુર્ગાપુરમાં અને ૮ ફેબ્રુઆરીના રોજ સિલીગુડીમાં એક રેલીને સંબોધશે.

પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, કેન્દ્રીયમંત્રી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની, શિવરાજ સિંહ ચૌહાણ તેમજ યોગી આદિત્યનાથ પર જાહેરસભાઓને સંબોધશે.