રાજકોટનો યુવાન ડાન્સ દિવાને રિયાલિટી શોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યો છે. આ યુવાનનું નામ કેયૂર વાઘેલા છે. જેણે માધુરી દિક્ષિત અને સુનીલ શેટ્ટી સામે શાનદાર પરફોર્મન્સ આપી સેલિબ્રિટીના દિલ જીતી લીધા. કેયુર વાઘેલાએ લાંબા સંઘર્ષ બાદ આ પ્રસિદ્ધિ મેળવી છે. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહેલા કેયૂર વાઘેલાની ડાન્સ પ્રત્યેની તેની દિવાનગીએ જ તેને આ શોનો હિસ્સો બનાવ્યો.
મૂળ રાજકોટનો કેયૂર વાઘેલા એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા લંડન જાય છે. જ્યાં તેણે ડાન્સ દિવાને રિયોલિટી શોમાં ઓડિશન આપ્યું. આ ઓડિશનમાં 500 લોકોએ ભાગ લીધો હતો અને તેમાંથી તે વિજેતા બન્યો હતો. લંડનમાં સ્પર્ધક તરીકે પસંદગી પામેલ કેયૂરે મુંબઈમાં માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સામે પરફોર્મન્સ આપ્યું. ડાન્સ શોમાં તે જણાવે છે કે તેનો પરિવાર ખૂબ સાધારણ છે. તેના પિતા સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. અભ્યાસ દરમ્યાન તેણે અનેક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો. પરંતુ ડાન્સ પ્રત્યેના પ્રેમના કારણે આજે તે આ મુકામ પર પંહોચી શક્યો. ડાન્સ શોમાં ભાગ લઈ કેયુરે ફક્ત ગુજરાત નહી પરંતુ ભારતનું પણ નામ રોશન કર્યું.

એક મીડિયા ચેનલની વાતચીતમાં કેયૂરે જણાવ્યું કે તે રાજકોટના ગાયકવાડી વિસ્તારનો રહેવાસી છે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. પરિવારનું ગુજરાન ચલાવવા પિતા દરજી કામની સાથે સિક્યોરિટી ગાર્ડનું પણ કામ કરે છે. અત્યારે હું એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન ગયો છું. જો કે મને નાનપણથી જ ડાન્સ પ્રત્યે પ્રેમ હતો. નાનપણથી શાળાના ફંકશનમાં ડાન્સ કરતો. ધોરણ-12નો અભ્યાસ કર્યા પછી કોલેજનો ખર્ચ કાઢવા હું ડાન્સ કલાસ પણ ચલાવતો અને કેટલાક પાર્ટી ફંકશનમાં કોરિયાગ્રાફી પણ કરતો.

વધુમાં કેયુરે કહ્યું કે હું થોડા સમય પહેલા જ યુ.કે. ગયો છું. ત્યાં મને જાણવા મળ્યું કે કલર્સ ચેનલ પર આવતા રિયાલિટી શો ડાન્સ કે દીવાનેનું યુ.કે.માં ઓડિશન થઈ રહ્યું છે અને હું ઓડિશન આપવા પંહોચ્યો. જેમાં 500 સ્પર્ધકોમાંથી હું પ્રથમ આવ્યો. યુકેમાં વિજેતા બન્યા બાદ મને મુંબઈ ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં પરફોર્મન્સ માટે બોલાવવામાં આવ્યો. જ્યાં મેં માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સામે પરફોર્મ કર્યું. માધુરી દિક્ષિતે મારી ડાન્સ સ્ટાઈલના વખાણ કર્યા જ્યારે સુનિલ શેટ્ટીએ કહ્યું કે તમે એવા કલાકાર છો જે ડાન્સિંગમાં પણ એક્ટ કરી શકો છો અને એક્ટિંગમાં ડાન્સ કરી શકો છો. બંને કલાકારોએ કેયૂરના પરફોર્મન્સ પર સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું. કેયુરે કહ્યું કે તે છેલ્લા 10 વર્ષથી ડાન્સની દુનિયામાં સફળ થવા મહેનત કરી રહ્યો છે. ડાન્સ દિવાને પહેલા તેણે ગુજરાતમાં પણ અનેક ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સિવાય તેણે રિયાલિટી શોના કોરિયાગ્રાફર તરીકે સોની, ઝી અને સ્ટાર પ્લસ સાથે પણ કામ કર્યું છે.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: પુણે એરપોર્ટથી ટેકઓફ થવા જઈ રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન, રનવે પર ટ્રેક્ટર સાથે અથડાયુ
આ પણ વાંચો:પટનામાં શાળાના નાળામાં બાળકની લાશ મળી આવતા સ્થાનિકો રોષે ભરાતા મચાવ્યો હોબાળો
