World News: કેનેડાના PM જસ્ટિન ટ્રુડો તેમના છેલ્લા મીડિયા બ્રીફિંગ દરમિયાન એટલે કે PM તરીકેના વિદાય ભાષણ દરમિયાન માત્ર ભાવુક જ થયા ન હતા, પરંતુ કેમેરા સામે પણ રડી પડ્યા હતા. તેમણે તેમના 9 વર્ષના કાર્યકાળના સૌથી અસ્તવ્યસ્ત ક્ષણો અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા જંગી ટેરિફની પણ ચર્ચા કરી. ટ્રુડોએ 7 માર્ચ-2025ના ગુરુવારે કહ્યું કે તેમને ડર છે કે નજીકના ભવિષ્યમાં કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર યુદ્ધ થશે. જોકે, લોકપ્રિયતા રેટિંગમાં ઘટાડો થવા છતાં જાન્યુઆરીમાં રાજીનામું આપવાની જાહેરાત કરનારા ટ્રુડોએ તેમના વિદાય ભાષણમાં કેનેડિયનોને પ્રથમ સ્થાન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
એક ઉગ્ર ભાષણમાં, ટ્રુડોએ કહ્યું કે તેઓ PM તરીકે દરરોજ કેનેડિયનોને પ્રથમ સ્થાન આપે છે અને ભવિષ્યમાં તેમને નિરાશ નહીં કરે. તેને કહ્યું, “મેં હંમેશા ખાતરી કરી છે કે આ ઓફિસમાં દરરોજ હું કેનેડિયનો માટે કામ કરું અને તેમને પ્રથમ સ્થાન આપું અને મેં એ જ કર્યું છે અને તેથી જ હું તમને બધાને કહેવા માટે અહીં છું કે અમે તમારી સાથે છીએ. “આ સરકારના અંતિમ દિવસોમાં પણ, અમે કેનેડિયનોને નિરાશ નહીં કરીએ.”
NEW: Canadian Prime Minister Justin Trudeau starts crying in front of reporters.
Pathetic.
"I've made sure that every single day in this office, I put Canadians first, that I have people's backs."
"And that's why I'm here to tell you all that we got you. Even in the very last… pic.twitter.com/3v2pUrt4EN
— Collin Rugg (@CollinRugg) March 6, 2025
અમેરિકા અને ટ્રમ્પના વલણથી સાવધાન રહો
પોતાના સંબોધનમાં ટ્રુડોએ કેનેડિયનોને એકતામાં રહેવા હાકલ કરી અને US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અને કેનેડા 51મું રાજ્ય બનવા અંગેના નિવેદનો વચ્ચે આવનારા મુશ્કેલ સમયની ચેતવણી આપી. તેમણે ટ્રમ્પ પર તેમના વધતા મનોબળ અને આકાંક્ષાઓ માટે પણ પ્રહારો કર્યા અને કહ્યું કે અમેરિકા હવે વિશ્વ સાથેના તેના સંબંધોને ફરીથી આકાર આપી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં જસ્ટિન ટ્રુડોએ પોતાની જ લિબરલ પાર્ટીમાં વધતા આંતરિક અસંતોષ અને ઘટતી લોકપ્રિયતા રેટિંગ વચ્ચે વડાપ્રધાન(PM) પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમના અનુગામી પદ સંભાળે ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન(PM) રહેશે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે તેઓ આગામી થોડા દિવસોમાં અથવા એક અઠવાડિયામાં ખુરશી છોડી દેશે. એવા અહેવાલો છે કે લિબરલ પાર્ટી રવિવારે તેમના નવા ઉત્તરાધિકારીની પસંદગી કરી શકે છે. આ વર્ષે ઓક્ટોબરમાં કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ પણ યોજાવાની છે.
આ પણ વાંચો: ટ્રુડો જૂઠ્ઠા નીકળ્યા, નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા ન મળ્યા
