Gandhinagar News : રાજ્ય સરકાર દ્વારા વાહન નોંધણી નંબર જાળવણી યોજના શરૂ કરવામાં આવી. રાજ્ય સરકારે વાહન નોંધણી નંબર જાળવણી (Vehicle Registration Number Retention) યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, જ્યારે કોઈ વાહન ભંગારમાં જતું હોય અથવા તેની માલિકી બદલાતી હોય, ત્યારે મૂળ માલિક તેમના વાહનનો નોંધણી નંબર નવા ખરીદેલા વાહન પર મેળવી શકશે.
આ સેવા શરૂ કરવાનો મુખ્ય હેતુ વાહન માલિકોને તેમના મનપસંદ અથવા યાદગાર નોંધણી નંબર જાળવી રાખવાની સુવિધા આપવાનો છે. આ યોજના હેઠળ વાહન માલિકો તેમના હાલના વાહનનો નોંધણી નંબર જાળવી શકશે અને તેને તેમના નવા વાહન પર ટ્રાન્સફર કરી શકશે.
આ યોજનાનો લાભ લેવા માટે વાહન માલિકોએ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની વેબસાઈટ https://cot.gujarat.gov.in ની મુલાકાત લેવી પડશે. આ વેબસાઈટ પર, વાહન માલિકોને યોજના વિશેની તમામ જરૂરી માહિતી, સૂચનાઓ અને પ્રક્રિયાની વિગતો મળી રહેશે.આ યોજના વાહન માલિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે તે તેમને તેમના મનપસંદ નોંધણી નંબર જાળવી રાખવાની સુવિધા મળશે.
આ પણ વાંચો: સતત ભક્તોના રોષ સામે આખરે ઝુક્યા જ્ઞાનપ્રકાશ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિરપુર મંદિરે આવી જ્ઞાનપ્રકાશએ માગી માફી
આ પણ વાંચો: સ્પાઇન ઇન્સ્ટિટ્યુટની મહિલા કર્મચારો આત્મનિર્ભરતાની સાથે સ્વરક્ષણ માટે પણ સજ્જ
આ પણ વાંચો: ગુજરાત ATSને મળી મોટી સફળતા, 1 પાકિસ્તાની નાગરિકની ધરપકડ, આતંકવાદી કનેકશનને લઈ પૂછપરછ