Rajkot News : જલારામ બાપાના અપમાનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ભક્તોએ જ્ઞાનપ્રકાશ સ્વામી પાસે માંગણી કરી હતી કે તેઓ વીરપુર આવીને જલારામ બાપાના ચરણોમાં માફી માંગે. ભક્તોના સતત રોષને પગલે જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે ઝુકવું પડ્યું હતું. સ્વામીએ આજે 7 માર્ચના જલારામ બાપાના ધામમાં જઈને માફી માંવી પડી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્ઞાનપ્રકાશ સ્વામીને વીરપુર લાવવામાં આવ્યા હતા. તેમણે બ્લેક કલરની સ્કોર્પિયોમાં વીરપુર પહોંચીને જલારામ બાપાના મંદિરમાં જઈને માફી માંગી હતી. મીડિયાની નજરથી બચવા માટે તેમને મંદિરના પાછળના ભાગેથી મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલીમાં એક સત્સંગમાં જલારામ બાપા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે, સ્વામી મારું એકમાત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.”
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનથી રઘુવંશી સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમણે જ્ઞાનપ્રકાશ સ્વામી પાસે માફીની માંગણી કરી હતી. આખરે, જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર આવીને જલારામ બાપાના ચરણોમાં માફી માંગી હતી.
@ DHRUV KUNDEL
આ પણ વાંચો: જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો: જ્ઞાનપ્રકાશ સ્વામીની ટીપ્પણીથી વિવાદ, સાંસદ પરશોતમ રૂપાલા થયા લાલઘૂમ
આ પણ વાંચો: જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વીરપુર ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય
