Gandhinagar News/ ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિગ સમિટનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ નાયડુની વિશેષ ઉપસ્થિતી

IFSCA માં સ્થપાનારા યુનિટ્સને સ્ટેમ્પ ડ્યુટી માફી સહિતના કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રોત્સાહનો ફાયદાકારક બનશે. IFSCAમાં ફાઈનાન્સ એન્ડ લિઝિંગ એક્ટીવિટીઝનું ઓન-શોરિંગ કેન્દ્ર બન્યુ છે. જાન્યુઆરી-2025 સુધીમાં 33 એરક્રાફ્ટ એન્ડ ફાઈનાન્સિંગ કમ્પનીઝનું IFSCA માં રજીસ્ટ્રેશન થયુ છે.

Top Stories Gandhinagar Gujarat
Yogesh Work 2025 03 07T172519.515 ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિગ સમિટનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ નાયડુની વિશેષ ઉપસ્થિતી

Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રીએ ગીફ્ટ સીટી ખાતે આયોજિત ઇન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ-2025નો પ્રારંભ કરાવ્યો, મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ, નાગરિક ઉડ્ડ્યન સચિવ વી વુલનમ, ગિફ્ટ સિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા, આઈ.એફ.એસ.સી.ના ચેરમેન કે રાજા રમણ સહિત એવિએશન એન્ડ એરક્રાફ્ટ ક્ષેત્રના અગ્રણીઓ આ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) ગુજરાતમાં આકર્ષિત થયા છે. એટલું જ નહીં, ઉદ્યોગોને અનુકૂળ માહોલ, પોલીસી ડ્રીવન ગવર્નન્સ અને સ્કીલ્ડ વર્ક ફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે મોટા એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ અને એરોસ્પેસ સેક્ટરની કંપનીઝના એકમો રાજ્યમાં કાર્યરત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી હવે દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આવા યોગ્ય સ્થળે આ સમિટનું આયોજન એવિએશન સેક્ટર માટે નવા અવસરો ખોલશે.

Yogesh Work 2025 03 07T172630.307 ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિગ સમિટનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ નાયડુની વિશેષ ઉપસ્થિતી

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પાછલા દસકામાં એવીએશન ક્ષેત્રમાં મોટા બદલાવ આવ્યા છે અને ભારત એવીએશન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ બન્યું છે. દેશમાં મેન્ટેનન્સ, રીપેર અને ઓવરઓલ સર્વિસીસ MRO ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે વિશેષ નીતિ પણ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશનો સામાન્ય માનવી પણ વિમાનની યાત્રા કરી શકે તેવા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડાન યોજના શરૂ કરાવી છે. દેશમાં એરપોર્ટ્સની સંખ્યા પણ બમણી થઈ છે અને હવે તો થ્રી ટીયર અને ટુ ટીયર સિટીઝ પણ એર કનેક્ટિવિટીથી જોડાયા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં 2 ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત 19 એરપોર્ટ કાર્યરત છે. તેમજ દેશના પહેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એરપોર્ટનું નિર્માણ થવાનું છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત IFSCA એરક્રાફ્ટ લિઝિંગ અને ફાઇનાન્સિંગની સુવિધાઓ એક જ છત્ર નીચે પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં આવનારા ગ્લોબલ એવીએશન લીડર્સ માટે આ સુવિધા ફાયદારૂપ થશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

Yogesh Work 2025 03 07T172718.265 ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિગ સમિટનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ નાયડુની વિશેષ ઉપસ્થિતી

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વિશ્વમાં ઇકોનોમિક પાવર હાઉસ તરીકે ઉભરી રહેલા ભારતના ગ્રોથ એન્જિન રાજ્ય ગુજરાતમાં યોજાઇ રહેલી આ સમિટને ઉપયુક્ત ગણાવી હતી. તેને વડાપ્રધાનના આગવા વિકાસ વિઝનથી નિર્મિત ગિફ્ટ સિટી આજે સિંગાપોર, દુબઈ જેવા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ સમકક્ષ બન્યું છે અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તેનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિણામદાયી પ્રયાસોને આપ્યો હતો. ગિફ્ટ સિટી ભારતના એવિએશન સેક્ટર માટે વિશ્વસનીયતા, સહભાગીતા અને વિકાસ પ્રતિબદ્ધતા સાથેનું સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લિઝિંગ હબ બનશે તેવો વિશ્વાસ તેને વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, દેશના વિકસી રહેલા એવીએશન સેક્ટરમાં ફાઇનાન્સિયલ ઇનોવેશન માટે એરક્રાફ્ટ લિઝિંગ એ ચાવીરૂપ બાબત છે. તેને ગૌરવ સહ કહ્યું કે, 2014માં 395 એરક્રાફ્ટની સેવાઓ આજે 829 સુધી પહોંચી છે. એટલું જ નહીં દેશની એરલાઇન્સે  2 હજારથી વધુ એરક્રાફ્ટ માટે ઓર્ડર પ્લેસ કરેલા છે. નાયડુએ 2047 સુધીમાં દેશમાં ઉભી થનારી આ ક્ષેત્રની માંગના સંદર્ભમાં કહ્યું કે, વાર્ષિક 2 કરોડ પેસેન્જર્સ સંચાલન કરતા 350 એરપોર્ટ કાર્યરત થવાની સંભાવના છે. આવનારા 5 વર્ષમાં નવા 50 હવાઈ મથકો બનશે એમ પણ તેને ઉમેર્યું હતું.

Yogesh Work 2025 03 07T173040.449 ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિગ સમિટનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ નાયડુની વિશેષ ઉપસ્થિતી

કેન્દ્રીય મંત્રીએ એરક્રાફ્ટ એન્ડ ફાઇનાન્સિયલ સેક્ટરમાં રહેલી ઉજ્જવળ વિકાસ સંભાવનાઓનો ચિતાર આપતા કહ્યું કે, 5 વર્ષ પહેલા જ આઈ.એફ.એસ.સી.એ ફાઇનાન્સિયલ એન્ડ લેઝિંગ એક્ટિવિટીઝનું ઓન- શોરિંગ કેન્દ્ર બન્યું છે. આ દિશામાં વધુ આગળ વધવાના નિર્ધાર સાથે ભારત સરકારે કેટલાક ટેક્સ રેગ્યુલેટરી અને પોલિસી ઈનીસ્યેટીવઝ પણ લીધા છે. ગુજરાત સરકારે પણ IFSCAમાં સ્થપાનારા યુનિટસ અને એરક્રાફ્ટ જેવી મુવેબલ પ્રોપર્ટીના એક્વીઝેશન માટે સ્ટેમ્પ ડ્યુટી માફીની જાહેરાતથી આ સેક્ટરને મજબૂત ફાયદો કરાવ્યો છે એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.

તેમણે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિશેષ આભાર દર્શાવતા કહ્યું કે, આવા પ્રોત્સાહક પગલાઓને પરિણામે એરક્રાફ્ટ લિઝિંગમાં પ્રગતિ થઈ છે, 2020માં 20 એરક્રાફ્ટ લિઝિંગની સંખ્યા 23-24માં 67 થઈ છે.  એટલું જ નહીં, જાન્યુઆરી-2025 સુધીમાં 33 એરક્રાફ્ટ એન્ડ ફાઇનાન્સિંગ કંપનીઓએ IFSCAમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Yogesh Work 2025 03 07T172808.240 ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિગ સમિટનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ નાયડુની વિશેષ ઉપસ્થિતી

તેમણે તાજેતરના ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરીને C-295 મિલેટ્રી એરક્રાફ્ટ ઉત્પાદન દ્વારા ભારતના હવાઈ ક્ષેત્રમાં ઐતિહાસિક કદમ ભર્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.  એટલું જ નહીં, સીમલેસ ઇન્ટીગ્રેશન ઓફ પ્રોડક્શન, ફાઇનાન્સિંગ અને લિઝિંગ કેપેબિલિટીઝના સમન્વયથી ભારત બહુ નજીકના ભવિષ્યમાં સિવિલ એવિએશન એરક્રાફ્ટ નિર્માણ કરવા સક્ષમ બની જશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

ગિફ્ટ સિટીના ચેરમેન ડોક્ટર હસમુખ અઢિયાએ ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઈનાન્સિયલ સર્વિસીસ માટેની તકો અને A.I., બ્લોક ચેઈન સહિતના ઉભરતા ક્ષેત્રો માટેના અવસરોની વિસ્તૃત ભૂમિકા આપી હતી. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ વી વુલનમે દેશમાં એરક્રાફ્ટ એન્ડ ફાઇનાન્સિંગ તથા હવાઈ ઉડાન અને પેસેન્જર સેવાઓમાં આવેલા બદલાવની ભૂમિકા આપી હતી. આ સમિટ એરક્રાફ્ટ એન્ડ લિઝિંગ સેક્ટરમાં પોલિસી મેકર્સ ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ગ્લોબલ સ્ટેક હોલ્ડર્સને એક મંચ પર લાવનારી વૈશ્વિક અદાન-પ્રદાનની સમિટ બની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતુ ઈશ્વરનું અદભુત સર્જન’ : ભાનુબેન બાબરીયા

આ પણ વાંચો: ગુજરાત ATSને મળી મોટી સફળતા, અમદાવાદમાંથી 1 પકિસ્તાની નાગરિકની ધરપકડ, આતંકવાદી કનેકશનને લઈ પૂછપરછ

આ પણ વાંચો: ગુજરાત બનશે વિશ્વમાં સેમી કંડક્ટરનું હબ, 1 લાખ 34 હજારથી વધુનું મૂડી રોકાણ