Ahmedabad News/ અમદવાદમાં પેન્શનની રકમ મામલે પાંચ હજારની લાંચ લેતા નાયબ હિસાબનીશ ઝડપાયો

એસીબીએ પ્રહલાદનગરમાં જાળ બિછાવીને દબોચી લીધો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : પેન્શનની રકમ બાબતે પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા લાલદરવાજા સ્થિત પેન્શન ચુકવણી કચેરીના નાયબ હિસાબનીશની એસીબીએ રંગેહાથ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરીયાદીનાં દાદા પેન્શનર હોય અને ફરીયાદીનાં દાદાનાં મરણ બાદ ફરીયાદીની દાદીને પેન્શન મળતુ હતુ.પરંતુ ફરીયાદીનાં દાદીને છેલ્લા વર્ષનો હયાતીનો પુરાવો રજુ કરવાનો બાકી હોય અને તે દરમ્યાન ફરીયાદીનાં દાદીનું મરણ થયું હતું.

જેથી ફરીયાદીનાં દાદીનાં નોમીની તરીકે ફરીયાદીનાં પિતા હોય જેઓને બાકી નીકળતી પેન્શનની રકમ રૂ.૧૦૦,૦૦૦/- પેન્શન ચુકવણી કચેરીના નાયબ હિસાબનીશ મહેશ આર.દેસાઈએ અપાવી હતી.જેના બદલામાં દેસાઈએ ફરિયાદીના પિતા પાસે પેન્શનની રકમ અપાવી હોવાથી પાંચ હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ પ્રહલાદનગર ગાર્ડન સામે ટી પોસ્ટ પર જાળ બિછાવીને લાંચની રકમ લેતા મહેશ દેસાઈની રંગેહાથ ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આજે ભારે વરસાદ આવશે, ખેલૈયાની બગડશે નવરાત્રી

આ પણ વાંચો: રાજ્યમાંથી વરસાદે હજુ વિદાય લીધી નથી

આ પણ વાંચો: જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ