Gujarat Rain Forecast/ રાજ્યમાંથી વરસાદે હજુ વિદાય લીધી નથી

રાજ્યમાં હજી વરસાદે વિદાય લીધી નથી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમરેલી, ભાવનગર અને સુરતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 53 રાજ્યમાંથી વરસાદે હજુ વિદાય લીધી નથી

Gandhinagar News:રાજ્યમાં હજી વરસાદે વિદાય લીધી નથી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમરેલી, ભાવનગર અને સુરતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત બીજા ચાર દિવસ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. અરબી સમુદ્રમાં લોપ્રેશર થતાં વરસાદ સક્રિય રહેશે.

ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં પહેલા માવઠાની શક્યતા અંગે વાત કરતાં હવામાન જાણકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 15 ઓક્ટોબર સુધી કોઇ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. કદાચ 15 ઓક્ટોબર પછી રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જે 2024નું ચોમાસું પૂરું થયા પૂર્વેનો અંતિમ વરસાદ હશે. વરસાદ થશે તો પણ રાજ્યના તમામ ભાગોમાં નહીં હોય. માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થઇ શકે છે.

હાલ તાપમાન વધતાં અને ભેજને કારણે ભારે ઉકળાટ અનુભવાઇ રહી છે. આવામાં તાપમાન અંગે તેમણે જણાવ્યું કે, તાપમાનની વાત કરીએ તો 32થી લઇ 36 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. હજુ આવનારા દિવસોમાં તાપમાન એકથી બે ડિગ્રી ઊંચું જાય તેવી શક્યતાઓ છે. અરબ સાગરનું તાપમાન પણ વધી રહ્યું છે. સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ઊંચું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ

આ પણ વાંચો: નવરાત્રિમાં ફરી આંચકોઃ ગુજરાતમાંથી 7થી9 ઓક્ટોબરમાં વરસાદની આગાહી

આ પણ વાંચો: ચક્રવાત હેલેન બાદ ‘મિલ્ટન’નું જોખમ, તોફાન અને વરસાદથી મચશે તબાહી, જાહેર કરાઈ કટોકટી