Gujarat Weather News: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં વહેલી સવારે ઝાકળવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. ગુજરાતમાં ભલે છેલ્લાં કેટલાક દિવસથી વરસાદે (Gujarat Rain) વિરામ લીધો હોય પરંતુ હજુ ચોમાસાની સમાપ્તિ થઈ નથી. આ સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઊભું થઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે આગામી 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. 17 ઓક્ટોબરથી ત્રણ દિવસ એટલે કે 19 તારીખ સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. તેમણે કહ્યું કે બંગાળમાં વાવાઝોડાને કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે અને વરસાદ પણ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યુ કે 12 તારીખ સુધીમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ખંભાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. અંબાલાલે કહ્યું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું ઊભુ થઈ શકે છે. જેથી ગુજરાતના દરિયામાં 17 અને 18 તારીખે પવન ફુકાઈ શકે છે. તો 16થી 18 ઓક્ટોબર પશ્ચિમી વિક્ષોભની પણ સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે શરદ પૂનમથી લઈને દિવાળી સુધીમાં હવામાનમાં સતત પલટો આવી શકે છે. 13 ઓક્ટોબરે બંગાળના ઉપરવાસમાં વાવાઝોડાની સંભાવના છે. તો આગામી 18થી 20 તારીખ સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું ફુંકાશે.
અમદાવાદ, મહીસાગર, દાહોદ, ખેડા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે, મોડી રાત્રે વડોદરા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ગીર સોમનાથના ઊનામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રીના સાતમાં નોરતે મેઘરાજાનું આગમન થયું હતું. ખૈલયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. સેરી ગરબાઓ વરસાદ વચ્ચે ચાલુ રહ્યા હતા. ભોઈ વાડા વિસ્તારના લોકો ચાલુ વરસાદે રમ્યા ગરબાદાહોદના દેવગઢ બારીઆમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છત્રીના સહારે ગાયક કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી
વરસાદી માહોલ વચ્ચે ગરબે ઘૂમ્યા હતા.
આ પણ વાંચો:અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો!, દરિયા કાંઠે પવન ફુકાશે, આવી છે અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાંથી વરસાદે હજુ વિદાય લીધી નથી
આ પણ વાંચો:રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય, સિઝનનો 30 ટકા વધુ વરસાદ નોંધાયો