Gujarat Weather: ગુજરાતમાં હવામાન વિભાગે (IMD) ચોમાસાની આગાહી કરી છે. ગુજરાતમાંથી ચોમાસુ (Gujarat Monsoon) હવે વિદાય લેશે. સુરત, વલસાડ, તાપીમાં ચોમાસુ હજુ સક્રિય છે. ગુજરાતમાં સિઝનનો 30 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી હાલ તો રાહતના સમાચાર છે. જેને પગલે ચોમાસાની વિદાય થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતમાં નવરાત્રિ (Navratri) પૂરી થાય તે પહેલા વરસાદ આવશે. 7 થી 12 ઓક્ટોબર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં કેટલાય સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડું (Cyclone) ફૂકાય તેવી શક્યતા પણ છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીએ ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો વરસાદ આવશે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે.
આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ જશે.તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો, પાટણ, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ ગઇ છે. આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યુના ચોમાસાની વિદાય થઇ ગઇ છે.

10 થી 14 ઓક્ટોબર અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) એક્ટિવ થતાં વાવાઝોડું ચક્રવાતમાં રૂપાંતરિત થઈ ગુજરાતના દરિયાકાંઠે અથડાશે. આગાહી મુજબ 28 ઓક્ટોબર સુધી ચક્રવાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે.
આ પણ વાંચો:નવરાત્રિમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ ભંગ પાડશે? શું કહે છે હવામાન વિભાગની આગાહી
