Gujarat Weather News: રાજ્યમાં હવે વરસાદની વિદાય પહેલા નવરાત્રિમાં છુટોછવાયો (Scattered Rain) વરસાદ (Gujarat Rain) રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ ત્રીજા નોરતે વરસાદ વિદાય લેશે તેમ જણાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટું પડશે.
જોકે આ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે. ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર મહિનાના તાપમાન વિશે વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગની એક મહિનાની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે, એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો અનુભવ થશે.

એટલું જ નહીં, 10 થી 14 ઓક્ટોબર અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) એક્ટિવ થતાં વાવાઝોડું ચક્રવાતમાં રૂપાંતરિત થઈ ગુજરાતના દરિયાકાંઠે અથડાશે. આગાહી મુજબ 28 ઓક્ટોબર સુધી ચક્રવાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં લોકોને આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદમાં ભીંજાશે તથા રાજ્યના અન્ય ભાગોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહીંવત પ્રમાણમાં છે કે એક જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં 48% વધુ વરસાદ નોંધાયો છે.

IMDના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન દક્ષિણ-પૂર્વી પ્રાયદ્વીપીય ભારતમાં સરેરાશ 334.13 મિમી વરસાદ પડશે. જે 112 ટકા હશે. 8 થી 10 ઓક્ટોમ્બર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમૂક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓકરોમબર દરમિયાન અરબી સમૃદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો
આ પણ વાંચો:અમદાવાદમાં જામ્યો વરસાદી માહૌલ, પશ્ચિમ ઝોનમાં સવારના કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ
