Navratri 2024/ શારદીય નવરાત્રિનો આજથી આરંભ, જાણો રાજ્યમાં પ્રસિદ્ધ માતાજીના મંદિરના દર્શનનો સમય

શારદીય નવરાત્રિનો આજથી આરંભ થઈ ગયો છે. માતાજીના મંદિરોમાં આજથી ભક્તોની ભીડ ઉમડશે.

Gujarat Navratri 2024 Top Stories Rashifal Dharma & Bhakti

Navratri 2024: શારદીય નવરાત્રિનો આજથી આરંભ થઈ ગયો છે. માતાજીના મંદિરોમાં આજથી ભક્તોની ભીડ ઉમડશે. નવરાત્રિ પર્વ દરમ્યાન માતા દુર્ગાના 9 સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર આસો મહિનામાં શુકલ પક્ષની એકમ તિથિના દિવસથી શારદીય નવરાત્રિનો આરંભ થાય છે. પ્રથમ દિવસે મંદિરોમાં અને ભકતો દ્વારા પોતાના ઘરોમાં મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવે છે.

આજથી 9 દિવસ સુધી રાજ્યભરના પ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં ભક્તો દર્શનનો લાભ લેશે. રાજ્યમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા  અને અમદાવાદનું ભદ્રકાળી મંદિર વધુ પ્રખ્યાત છે. નવરાત્રિ પર્વને લઈને આ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગશે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસથી વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટી પડયા છે. જો કે નવરાત્રિ પર્વને લઈને રાજ્યના આ પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં બદલાવ કરાયો છે. જેની ભક્તોએ ખાસ નોંધ લેવી.

મંદિરમાં દર્શનનો સમય

અંબાજી મંદિરઃ 7:30થી8.00 વાગ્યે આરતી, સવારે 8.00 થી 11.30 દર્શન, બપોરે 12.00 વાગે રાજભોગ, બપોરના દર્શન 12:30 થી 4:15, સાંજે આરતી 6:30 થી 7:00, સાંજે  7.00 થી 9 :00 કલાક દર્શન

ચોટીલા ચામુંડા માતાજી મંદિર : સવારે 4:30 વાગ્યે ખુલશે પગથિયાના દ્વાર, સવારે 5:00 વાગે આરતી, સાંજે 6.30 વાગ્યા પછી સૂર્યાસ્ત સમયે આરતી

પાવાગઢ મંદિર : પ્રથમ નોરતે, બીજા નોરતે અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4:00 વાગે ખૂલશે અને રાત્રે 8:00 વાગે બંધ થશે

ભદ્રકાળી મંદિર : અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં સવારે 6.00 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. આ ઉપરાંત નવરાત્રિ પર્વની ખાસ ઉજવણીના ભાગ રૂપે મંદિરના ચોકમાં રાત્રે 9 થી 12 વાગ્યા દરમ્યાન ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

નવરાત્રિ એક એવો તહેવાર છે જેમાં ભક્તિ, આધ્યાત્મિકતા, શક્તિ અને આનંદનો સમન્યવય જોવા મળે છે. આ દિવસોમાં આસુરી શક્તિનો નાશ કરવા માતા દુર્ગાની ઉપાસના કરી ભક્તિનો માર્ગ અપનાવવામાં આવે છે. તેમજ 9 દિવસના ઉપવાસ ભક્તને આધ્યાત્મિકતાના પાઠ આપે છે. આ ઉપવાસથી તેમનામાં શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિ જ તેમને અદભૂત આનંદ આપે છે. આ તહેવારમાં મનુષ્યમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

શારદીય નવરાત્રિમાં અંબાજીમાં વહેલી સવારથી અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી. સવારથી ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા.
અંબાજી મંદિરનું ચાચર ચોક ભક્તોથી ઉભરાયું. મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. દેશ વિદેશથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભગવાન શિવના તાંડવ પાછળની કથા જાણો, સ્કંદ પુરાણમાં નટરાજની મુદ્રાનો છે ઉલ્લેખ

આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય