Ahmedabad Rainfall/ અમદાવાદમાં જામ્યો વરસાદી માહૌલ, પશ્ચિમ ઝોનમાં સવારના કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં વરસાદી (Rain) માહૌલ જામ્યો છે. સવાર પડતાં જ અમદાવાદના બોપલ, ઘુમા, નેઘરાડ અને સાણંદ વિસ્તારમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. આ ઉપરાંત અમદાવાદના પૂર્વ વિસ્તાર, વૈષ્ણોદેવી અને બીજા કેટલાય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં વરસાદી (Rain) માહૌલ જામ્યો છે. સવાર પડતાં જ અમદાવાદના બોપલ, ઘુમા, નેઘરાડ અને સાણંદ વિસ્તારમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. આ ઉપરાંત અમદાવાદના પૂર્વ વિસ્તાર, વૈષ્ણોદેવી અને બીજા કેટલાય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

આશ્ચર્યની વાત તો એ હતી કે સવારના સૂરજની વચ્ચે જરા પણ પ્રકારના વાદળો વગર ખાબકેલા વરસાદે બધાને ભીંજાવી દીધા હતા. તેના કારણે અમદાવાદના બોપલ વિસ્તારમાં કેટલીય સ્કૂલોમાં બાળકો શાળાએ પહોંચી શક્યા ન હતા. નોકરિયાતોને પણ નોકરી પર જવામાં તકલીફ પડી હતી.

સવારે કલાક સુધી ચાલેલા ભારે વરસાદના લીધે Bopal, Ghuma સહિતના સ્થળોએ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. તેના લીધે સ્કૂલોથી નોકરીએ જનારા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રસ્તા પર કેટલાય ટુ-વ્હીલર બંધ થઈ ગયા હતા.

ભારે વરસાદના લીધે સવારે મંદિરે જનારા કેટલાય લોકોએ સ્નાન કર્યા પછી ફરીથી પરાણે સ્નાન કરવાની ફરજ પડી હતી. ઘણા વૃદ્ધો અને વૃદ્ધાઓ પલડી ગયા હતા. વરસાદના પણ પાછો ટપકે-ટપકે પડ્યો ન હતો, રીતસરનો ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં રસ્તો ક્રોસ કરીને પલળવાથી બચવા દુકાનોની નીચે આશરો લેવા જનારાઓની દોટ લાગી હતી.

કેટલાય લોકો દુકાનોની નીચે આશરો લે તે પહેલાં જ પલણી ગયા હતા. ટુ-વ્હીલરચાલકો વરસાદથી બચવા બેગમાંથી કાઢીને રેઇનકોટ પહેરે તે પહેલા જ પલડી ગયા હતા. કેટલાય કહેતા હતા કે સામે સૂરજ છતાં વરસાદ જાણે છેતરામણો વરસાદ છે. હવે તો પ્રકૃતિ પણ જાણે લોકોને છેતરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદની ધડબડાટીઃ અડધો કલાકમાં અડધો ઇંચ ખાબક્યો

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ, બપોર સુધીમાં 83 તાલુકામાં વરસાદ, વલસાડમાં એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદની 26 ટકા ઘટ, ડાંગમાં સૌથી વધુ 48 ટકા ખાધ

આ પણ વાંચો: Gujarat Rain Live 9 July: અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી