Gandhinagar News: અમદાવાદમાં લાંબા સમય બાદ વરસાદ પડ્યો હતો. અમદાવાદના બધા વિસ્તારોને આવરી લેતો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેના લીધે લોકોએ બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી.
કચ્છના લખપતમાં સવા બે ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. સુરતના પલસાણામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના વંથલીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. સુરતના બારડોલીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. દાતારના પર્વત પર ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદના લીધે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવર ફ્લો થયો હતો. વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં કાળવા નદીમાં પૂર આવ્યું હતું. ભારે વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયું હતું. તાપીના વ્યારામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ઓરંગા નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફની ટીમ સજાગ હતી. એનડીઆરએફની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગઈ છે. એનડીઆરએપની નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. આમ વલસાડ જિલ્લામાં નદી ભયજનક સપાટી વટાવે તે પહેલા એનડીઆરએપની ટીમ સજાગ છે. તે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. ઓરંગા નદી ભયજનક સપાટી વટાવે તો વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં એનડીઆરએફની ટીમ હૂટર વગાડીને લોકોને એલર્ટ કરી રહી છે.
ગીર સોમનાથમાં ઉનાનો મછુંદ્રી ડેમ ઓવરફ્લો થયો છે. શિંગોડા બાદ ગીરનો વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે. ગીરમાં પડી રહેલો વ્યાપક વરસાદ બાદ ગીર સોમનાથ અને જૂનાગઢના ડેમ ઓવરફ્લો થયા છે. સુરતમાં સરથાણાની આદર્શ હોસ્ટેલમાંથી 45 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું. અગ્નિશામક દળની ટીમ રેસ્ક્યુ કર્યુ. હોસ્પિટલમાં પાણી ભરાયા હતા.
જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના જણાવ્યા મુજબ જામનગરમાં અવિરત વરસાદ પડ્યો છે. જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો થયા છે. સમગ્ર જિલ્લામાં કોઈ જાનહાનિ નથી. જામજોધપુર અને કાલાવડમાં ભારે વરસાદ ખાબક્યો છે. તંત્ર સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જામનગર જિલ્લાના આઠ રસ્તાઓ ભારે વરસાદના લીધે બંધ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું