Chandipura Virus/ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમદાવાદમાં વાયરસનો પગપેસારો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં ધીમે-ધીમે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે. હાલમાં સુરેન્દ્રનગર, ભરૂચ અને અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના કેસો જોવા મળ્યા.

Top Stories Gujarat Others

Gujarat News: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં ધીમે-ધીમે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે. હાલમાં સુરેન્દ્રનગર અને પાટણમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો જોવા મળ્યા. તાજેતરમાં સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ ચાંદીપુરાનો પોઝિટિવ કેસ નોંધાયો. સુરેન્દ્રનગરમાં ચુડાના મજુર પરિવારનું બાળક વાયરસથી પોઝિટીવ જોવા મળ્યું. બદનસીબી કહીએ તો ફક્ત 11 માસનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનો રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યો. આ બાળકને તાવ સાથે આંચકી આવતા ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. અને આ બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળક સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

ભરૂચ

સુરેન્દ્રનગર ઉપરાંત ભરૂચના નેત્રંગમાં પણ ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો. ધાણીખૂટ ગામે સાડા ચાર વર્ષીય બાળકમાં વાયરસનાં લક્ષણો દેખાયા. જેને પગલે બાળકને વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા જ તંત્ર એલર્ટ થયું અને 15 જેટલી ટીમો ધાણીખૂટ ગામે સર્વે માટે તાત્કાલિક પહોંચી.

અમદાવાદ

અમદાવાદમાં મોટેરામાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો. મોટેરામાં વેલજીભાઇના કુવા વિસ્તારમાં રહેનાર 6 વર્ષના બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંઘાયો. ગંભીર વાયરસના લક્ષણોને લઈને છ વર્ષનું બાળક SMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 7 શંકાસ્પદ કેસ નોંધાયા. ચાંદખેડાના બાળક ઉપરાંત અમરાઈવાડીની 11 વર્ષની 2 બાળકી પણ સારવાર હેઠળ છે.

લોકોમાં નારાજગી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે. છતાં આરોગ્ય તંત્ર તકેદારી રાખતું નથી. પાટણના લોકો નગરપાલિકાની બેદરકારીથી નારાજ થયા છે. લોકો તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે કે ન.પાની બેદરકારીથી લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિ પાટણમાં હાલમાં જોવા મળી રહી છે. વેરાઈ ચકલા વિસ્તારમાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન યથાવત છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ફેલાતા રોગચાળાનો ભય છે. દુર્ગંધ યુક્ત ગટરના પાણી રોકવામાં તંત્ર નિષ્ફળ દેખાઈ રહ્યું છે. ગટરના પાણીની સમસ્યાનું નિરાકારણ ના લાવતા તંત્ર પ્રત્યે સ્થાનિકોમાં ભારે નારાજગી છે. ચાંદીપુરા વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે છતાં સ્વચ્છતા મામલે વહીવટીતંત્રની બેદરકારી અને બેજવબાદરી જોવા મળી રહી છે. તંત્ર ફક્ત ઉપરછલ્લી વાતો કરી રહ્યું છે કોઈ નક્કર પગલાં લેવાતા નથી તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું