Gandhinagar News/ ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું

મુખ્યમંત્રી અને ભૂતાન રાજવીએ આ ભોજન બેઠક દરમ્યાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે……….

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેના સન્માનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું.

મુખ્યમંત્રી અને ભૂટાનના રાજવીએ આ ભોજન બેઠક દરમ્યાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યસચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ભૂટાનના રાજવીને કચ્છની સમૃદ્ધ અને વિશ્વ પ્રસિદ્ધ પરંપરાગત હસ્તકલા કારીગરી એવી રોગાન કલાની પ્રતિકૃતિ તેમજ ભૂજોડી શાલ ગુજરાત પ્રવાસની સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા