Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ થોડી ક્ષણો માટે થયુ Hack, જાણો શું થયુ Tweet

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ટ્વિટર એકાઉન્ટ @narendramodi પરથી રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે સ્પામ ટ્વીટ મોકલવામાં આવી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે.

December 12, 2021December 12, 2021hardik shah
Top Stories India
PM Modi
  • સાયબર સિક્યોરિટીના સૌથી મોટા સમાચાર
  • PM મોદીનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક!
  • થોડી મિનિટ સુધી હેક થયા બાદ થયું પૂર્વવત્
  • બિટકોઈનને લીગલ ટેન્ડર ગણાવતું હતું ટ્વિટ
  • ફ્રીમાં બિટકોઈન આપવાની લિંક પણ હતી
  • લિંક પર ક્લીક કરતાં ખૂલ્યું બ્લોગનું પેઇજ
  • પ્રધાનમંત્રી કાર્યાલયે હેકિંગની વાત સ્વીકારી
  • મધરાતે સવા બેએ ટ્વીટ થતાં ચોમેર આશ્ચર્ય
  • આખરે કેવી રીતે થયું PMનું એકાઉન્ટ હેક?
  • સાયબર સિક્યોરિટી પર સૌથી મોટો સવાલ

ભારત સહિત વિશ્વનાં ઘણા દેશોમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે. આ ચલણમાંથી એક છે Bitcoin. બિટકોઈનમાં રોકાણ કરવાની ઈચ્છા ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ તેના રોકાણકારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

આ પણ વાંચો – હરિયાણાના / મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત હવે આગામી સત્રથી શાળામાં ભગવદ ગીતા ભણાવવામાં આવશે

એક તરફ ભારતમાં ક્રિપ્ટોકરન્સી ચલણ તરીકે માન્ય નથી. બીજી તરફ, બિટકોઈનને લઈને આજે એટલે કે રવિવારે વડાપ્રધાન તરફથી એક ટ્વીટ આવ્યું, જેના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. જો કે અહી અમે તમને જણાવી દઇએ કે, આ ટ્વીટ PM મોદી દ્વારા નહી પણ કોઇ હેકર્સ દ્વારા હેક કર્યા બાદ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ટ્વિટર એકાઉન્ટ @narendramodi પરથી રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે સ્પામ ટ્વીટ મોકલવામાં આવી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે. સરકારે અધિકૃત રીતે 500 BTC ખરીદ્યા છે અને તે દેશનાં તમામ નાગરિકોને તેનું વિતરણ કરી રહી છે. જલ્દી કરો India…… ભવિષ્ય આજે આવી ગયું છે!

PM Modi

આ પણ વાંચો – ATS / પ્રતિબંધિત IRFની પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિ સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

જેના પર વડાપ્રધાન કાર્યાલયે રવિવારે વહેલી સવારે ખુલાસો કર્યો હતો કે થોડી જ મિનિટોમાં નરેન્દ્ર મોદીનાં ટ્વિટર હેન્ડલને હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. PMO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એકાઉન્ટ રિસ્ટોર કર્યા બાદ આ મામલો માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર ઉઠાવવામાં આવ્યો છે.

The Twitter handle of PM @narendramodi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured.

In the brief period that the account was compromised, any Tweet shared must be ignored.

— PMO India (@PMOIndia) December 11, 2021

આપને જણાવી દઇએ કે, એકાઉન્ટમાંથી કરવામાં આવેલી ખોટી ટ્વીટ હવે કાઢી નાખવામાં આવી છે. ટ્વિટર પર PM મોદીનાં 2.34 કરોડથી વધુ ફોલોવર્સ છે. PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ ભારતમાં #Hacked હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. જો કે હેકર્સ દ્વારા કરાયેલી ટ્વીટ હવે હેન્ડલ પરથી ડિલીટ કરી દેવામાં આવી છે, પરંતુ કેટલાક યુઝર્સે તેના કથિત સ્ક્રીનશોટ શેર કર્યા છે, જે જણાવે છે કે ભારતે બિટકોઈનને કાયદેસર રીતે માન્યતા આપી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ અજાણ્યા હેકર્સનાં એક જૂથે PM મોદીની પર્સનલ વેબસાઈટ અને મોબાઈલ એપ હેક કરી હતી.

Post navigation

મહારાષ્ટ્ર સરકારે કરી મોટી જાહેરાત, મરાઠા અનામત આંદોલનમાં માર્યા ગયેલા પરિવારજનોને આપવામાં આવશે…
હ્રદય રોગની બિમારીથી દુનિયામાં સૌથી વધુ મોતનો આંકડો ભારતમાં

More Posts

Australia Player Injured

Cricket/ ઓસ્ટ્રેલિયાને વધુ એક ફટકો, પ્લેઈંગ ઈલેવનનો ત્રીજો ખેલાડી ઈજાગ્રસ્ત

December 27, 2022Rahul Rathod

National News/ અંગ્રેજી ભાષા ‘શરમજનક’ નહીં, ‘શક્તિ’ છે,બાળકોને શીખવવું જ જોઈએ: રાહુલ ગાંધી

June 20, 2025Panara Mansi
Pethapur Assault Caseમાં કોર્ટનો ચુકાદો, આરોપીને એક વર્ષની કેદ

Gandhinagar News/ ગાંધીનગરના પેથાપુરમાં મારામારી કેસ: આધેડને ગંભીર ઇજા પહોંચાડનાર આરોપીને એક વર્ષની જેલની સજા

July 7, 2026Maya Sindhav
મહારાષ્ટ્રના રાજ્યપાલ

Maharashtra/ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યું રાજીનામું, રમેશ બૈસને સોંપવામાં આવી જવાબદારી

February 12, 2023Maya Sindhav

Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાથી 695નાં મોત,નવા કેસોમાં ઘટાડો

May 14, 2021garima rao
Election

Maharashtra Politics/ ઓગસ્ટ પછી એકનાથ શિંદેને સીએમ પદ પરથી હટાવી દેવામાં આવશે! પૂર્વ સીએમનો દાવો – બીજેપી નેતૃત્વ અજિત પવારને પ્રાધાન્ય આપી રહ્યું છે

July 7, 2023khusbu pandya

Ahmedabad News/ અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવાના ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા

November 12, 2024Nikunj Patel

weather update news/ યુપીમાં રાતથી સતત વરસાદ, દિલ્હીમાં સ્થિતિ ખરાબ; મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી

July 26, 2025July 26, 2025Panara Mansi

Weather Forcast/ રાજ્યના હવામાનમા આવશે બદલાવ, ઠંડી ઘટશે, છાંટા થવાની શક્યતા

January 12, 2025January 11, 2025Yogesh Vaghela

Odissa Train Accident-Congress/ ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને કોંગ્રેસ પ્રમુખ ખડગેના સરકારને અણિયાળા સવાલ

June 4, 2023jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy