નવી દિલ્હી,
મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” અભિયાન બાદ ઘણા કેન્દ્રીય મંત્રીઓ પોતાની ઝલક બતાવી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતે આ અભિયાનને લઈ એક વીડિયો જાહેર કરી ચુક્યા છે.
જો કે ત્યારબાદ હવે મોદી સરકારમાં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે એક વીડિયો શેર કર્યો છે, જેના દ્વારા તેઓએ ન માત્ર “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ”ને લઇ પોતાનો સંદેશો આપ્યો છે, પરંતુ ૭૦ વર્ષની ઉંમરમાં જે કરી બતાવ્યું છે તે કોઈ યુવાન માટે પણ સહેલું નહિ હોય.
तैराकी सेहत के लिए बेहद फायदेमंद व्यायाम हैं, इससे आप जीवन में स्पोर्टमैनशिप, टाइम-मैनेजमेंट, सेल्फ डिसिप्लिन और गोल-सेटिंग की कला भी सीखते हैं।
में आप सबसे आह्वान करता हूँ की @Ra_THORe जी के #HumFitTohIndiaFit अभियान में शामिल होकर स्वयं को और भारतवर्ष को स्वस्थ-तंदूरस्त बनाये। pic.twitter.com/I1Nq1Qp3RC— Thaawarchand Gehlot (@TCGEHLOT) December 27, 2018
હકીકતમાં, “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ”ના અભિયાન હેઠળ ૭૦ વર્ષીય કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે ૨૦ ફૂટની ઉચાઇએથી સ્વિમિંગ પુલમાં છલાંગ મારી હતી.
તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં વીડિયો શેર કરતા લખ્યું હતું કે, “સ્વિમિંગ માટે ખુબ જ ફાયદાકારક છે વ્યાયામ.જેનાથી તમે પોતાના જીવનમાં સપોર્ટમેનશિપ, ટાઈમ-મેનેજમેન્ટ, સેલ્ફ ડિસીપ્લીન અને ગોલ-સેટિંગની કળા પણ શીખો છો. હું તમામને આહવાન કરું છું કે, રાજ્યવર્ધન સિંહ રાઠોર જીના #HumFitTohIndiaFit અભિયાનમાં શામેલ થઇ પોતાને આને ભારત દેશને સ્વસ્થ-તંદુરસ્ત બનાવો”.
