Gujarat News: વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સ્કૂલોમાં CCTV નિયમોમાં મહત્વના ફેરફારો કર્યા છે. નવા નિયમો અનુસાર, હવે સ્કૂલોએ માત્ર વીડિયો રેકોર્ડિંગ કરતા CCTV નહીં, પરંતુ ઓડિયો રેકોર્ડિંગની સુવિધા ધરાવતા CCTV ઇન્સ્ટોલ કરવા ફરજિયાત રહેશે. આ નિર્ણયનો હેતુ સ્કૂલ પરિસરમાં વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
CBSEએ સ્કૂલોને સ્પષ્ટ સૂચના આપી છે કે માત્ર CCTV ઇન્સ્ટોલ કરવાથી જવાબદારી પૂરી નથી થતી. સ્કૂલોએ આ સિસ્ટમનું નિયમિત મોનિટરિંગ પણ કરવું પડશે. હાલમાં, ઘણી સ્કૂલોમાં સિક્યુરિટી ગાર્ડ અથવા પ્રિન્સિપાલની ઓફિસમાં મોનિટરિંગ થાય છે, પરંતુ નવા નિયમો હેઠળ આ પ્રક્રિયાને વધુ કડક અને નિયમિત કરવાની જરૂર છે.
હરપ્રીત શાહ, ડાયરેક્ટર, આનંદ નિકેતન, મણિનગરએ જણાવ્યું, “કેટલીક સ્કૂલો માત્ર CCTV લગાવીને સંતોષ માની લે છે, પરંતુ તેનું નિયમિત મોનિટરિંગ અને ડેટા બેકઅપ એટલું જ મહત્વનું છે. આ નિયમો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.”
દર ત્રણ વર્ષે સ્કૂલોએ CBSE પાસેથી રિ-એફિલિએશન લેવું પડે છે. આ પ્રક્રિયા દરમિયાન, સ્કૂલોએ ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સુવિધા ધરાવતા CCTV અને તેના નિયમિત મોનિટરિંગની વ્યવસ્થા દર્શાવવી પડશે. આ નિયમોનું પાલન ન કરનારી સ્કૂલોને એફિલિએશન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચો:2026 થી CBSE બોર્ડ પરીક્ષા પદ્ધતિ બદલાશે, 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવામાં આવશે
આ પણ વાંચો:આજે રાજ્યના 75 હજાર વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષાઓ આપશે
