@વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ – જૂનાગઢ
મેંદરડાથી વાયા ઇટાળી ગીર જંગલનાં ડેડકડી વિસ્તારમાં પ્રવેશતા પાંચેક કિલોમીટરનાં અંતરે જંગલની વચ્ચે જાંબુથાળા નેશ વિસ્તાર આવેલો છે. અહી તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી છે.

સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની મોટી કાર્યવાહી, એજન્સીએ સિદ્ધાર્થ પીઠાનીની કરી ધરપકડ
અહીં રહેતા અમીનાબેને કહ્યું કે, મારા આંગણામાં સાવજ આવીને બેસી ગયો હતો. એકવાર હાકલા પડકારા કરી દુર કર્યો ફરી આવી ગયો અને જતો રહ્યો પણ અમે તો જંગલ અને જાનવરોથી ટેવાઇ ગયેલા છીએ. આજે અમારા નેશમાં સરકારે સાહેબોને સહાય આપવા મોકલ્યા છે. અમને રોકડ સહાય મળવાનો આનંદ છે.

રાજકારણ / PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી
અમીનાબેન એમનો આનંદ વ્યક્ત કરતા મેંદરડા મામલતદાર ફાતેમાબેન માંકડાનાં માથા પર હાથ મુકી આશીર્વાદ આપતા કહ્યું, અલ્લા-તાલા સૌનુ ભલુ કરે તાઉ-તે વાવાઝોડુ જતુ રહ્યું એમ બધા સંકટમાંથી આપણે સૌ હેમખેમ પાર ઉતરીશુ. જાંબુથાળામાં 43 કુટુંબો છે. જેમને 7 દિવસની રોકડ સહાય ચુકવવામાં આવી છે. પુખ્ત વ્યક્તિને સાત દિવસનાં 700 અને બાળકો માટે સાત દિવસમાં રૂા.420 મુજબ જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.એસ.મંડોતની ઉપસ્થિતિમાં રોકડ સહાય ચુકવવામાં આવી હતી.

