- સુરતના તળાવમાં 2 તરુણો ડૂબ્યાં
- સચિનના તળાવ પાસેથી કપડાં મળ્યા
- 10 કલાક બાદ મળ્યા મૃતદેહો
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના એક તળાવમાં મધરાતે 2 બાળકો ડૂબી ગયા હતા. આ બંને બાળકોના મૃતદેહો 10 કલાકથી વધારેની શોધખોળ બાદ આજે સવારે મળી આવ્યા છે. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે તળાવના પાણીમાં ડૂબી ગયેલા આ બાળકોની શોધખોળ બાદ તેનો અત્તોપત્તો નહીં મળતા, સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઉતર્યા હતા. તળાવ કિનારે બાળકોના કપડાં મળી આવ્યા બાદ બાળકો ડૂબી ગયા હોવાની વાત બહાર આવતા ફાયરબ્રિગેડે શોધખોળ શરૂ કરી છે.
સ્થાનિકો મુજબ, આ ડૂબનારા તરુણોની વય 13 વર્ષ હોવાનું સામે આવ્યું છે. બાળકોના પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યા હતા. ઘટનાના દશ કલાક બાદ બાળકોની કોઈ ભાળ મળી ન હતી. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલા કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવાય હતી અને બંને મૃતદેહો મળી આવ્યા બાદપરિવારજનો શોકાતુર થયા છે. આ ડૂબનારા બાળકો ઉનના સીદિક નગર અને સાંઈ નગર ઝૂંપડપટ્ટીના હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો :મહેસાણામાં સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા, જાણો કેવી રીતે ઉતારી મોતને ઘાટ
આ પણ વાંચો : પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના સાથેની અંગતપળોની તસવીરો કરી વાયરલ,લોકોએ યુવકને કપડાં કાઢી ચખાડ્યો મેથીપાક
આ પણ વાંચો : પાટડીની યુવતિએ કેન્સર પિડીતો માટે કર્યુ વાળનું દાન
આ પણ વાંચો :સાયલા લાલજી મહારાજની મંદિરે સનાતન હિન્દૂ ધર્મ સભા અને ગુરુ વંદના મંચ અંતર્ગત સંત સંમેલન યોજાયું
