- મહેસાણામાં બન્યો હત્યાનો બનાવ
- ગાંધીનગર લીંક રોડ ઉપરની ઘટના
- ગોકુલધામ ફ્લેટ સામે મળી બાળકીની લાશ
- રાત્રે 3 વાગ્યાથી ગુમ હતી બાળકી
- ગળેફાંસો આપી હત્યા કરી હોવાની આશંકા
- પોલીસે કર્યા તપાસના ચક્રો ગતિમાન
ગુજરાતમાં એક પછી એક હત્યાની ચકચાર મચાવતી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મહેસાણામાં સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા નો બનાવ સામે આવ્યો છે. શેહેરમા ગાંધીનગર લીંક રોડ પર આવેલી ગોકુલધામ ફ્લેટ સામે બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે બાળકી નજીકમાં ઝુંપડામાં રહેતા શ્રમિકની દીકરી હતી.રાત્રે 3 વાગે ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી જોકે સવારે મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.ગળેફાંસો આપી હત્યા કરી હોવાનો અનુમાન લગાવામાં આવી રહ્યો છે પરંતુ કારણ હજુ અકબંધ છે જેથી પોલીસે ઘટના સ્થળે આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સુરતના કામરેજ વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું જેથી પોલીસ પણ આ ઘટનાને લઈને દોડતી થઈ ગઈ છે.
પલસાણામાં શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.માતાપિતા નોકરી ઉપર ગયા હતા ત્યારે ઘરે બાળકી એકલી હતી અને તેનો એકલતાનો લાભ લઈ નરાધમ બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ .નરાધમે બાળકીની હાલત ગંભીર થતા તે રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો.સાંજે પરિવાર ઘરે આવતા બાળકી ન મળતા તેને શોધી તેને સારવાર માટે લઈ ગયા હતા પણ ઘણું મોડું થઈ ગયું હતું.આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળકીનું મોત થયુ હતુ. હાલ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો હતો.
આ પણ વાંચો : પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના સાથેની અંગતપળોની તસવીરો કરી વાયરલ,લોકોએ યુવકને કપડાં કાઢી ચખાડ્યો મેથીપાક
આ પણ વાંચો :ગુજરાતમાં કોલસાનું મસમોટું કૌભાંડ આવ્યું બહાર?,60 લાખ ટન કોલસો રસ્તામાંથી જ ગાયબ!
આ પણ વાંચો :પાટડીની યુવતિએ કેન્સર પિડીતો માટે કર્યુ વાળનું દાન
આ પણ વાંચો :પાટડીની યુવતિ પર દુષ્કર્મ આચરનારા બેંક ક્લાર્કના બે દિવસના રીમાન્ડ મંજૂર
