Ahmedabad News:અમદાવાદ (Ahmedabad) ના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી શુભમ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર-નર્સિંગ કોલેજમાં ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. કોલેજના વાઈસ પ્રિન્સિપાલ સુચી પ્રકાશભાઈ રાયે વિદ્યાર્થીઓની ફીના 8,42,164 રૂપિયાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ ચોરીનું મુખ્ય કારણ તેમની રમી ગેમની લત અને તેમાં હારેલા લાખો રૂપિયાનું દેવું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે 24 કલાકની અંદર સીસીટીવી અને ડોગ સ્કવોડની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી સુચી રાયની ધરપકડ કરી છે.
આ ઘટના 27 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે બની, જ્યારે સુચી રાયે બુરખો પહેરીને કોલેજની તિજોરીમાંથી વિદ્યાર્થીઓની ફીના પૈસા ચોરી લીધા. શુભમ નર્સિંગ કોલેજ, જે મેઘાણીનગરના કલાપીનગર ચાર રસ્તા નજીક આવેલી છે, ત્યાં આશરે 400 વિદ્યાર્થીઓ નર્સિંગના વિવિધ કોર્સ (ANM, GNM, B.Sc, PBBSc, M.Sc) ભણે છે.
અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી શુભમ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર-નર્સિંગ કોલેજમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં કોલેજના વાઈસ પ્રિન્સિપાલ સુચી પ્રકાશભાઈ રાયે વિદ્યાર્થીઓની ફીના 8,42,164 રૂપિયાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ ચોરી પાછળનું મુખ્ય કારણ રમી ગેમની લત અને તેમાં હારેલા લાખો રૂપિયાનું દેવું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મેઘાણીનગર પોલીસે 24 કલાકની અંદર સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્કવોડની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી સુચી રાયની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
આ ઘટના 27 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે 5:45 વાગ્યે બની, જ્યારે સુચી રાયે કાળો બુરખો પહેરીને શુભમ નર્સિંગ કોલેજની તિજોરીમાંથી વિદ્યાર્થીઓની ફીના પૈસા ચોરી લીધા. આ કોલેજમાં આશરે 400 વિદ્યાર્થીઓ નર્સિંગના વિવિધ કોર્સ જેમ કે ANM (વાર્ષિક ફી 55,000 રૂપિયા), GNM (95,000 રૂપિયા), B.Sc (1-1.10 લાખ રૂપિયા), PBBSc (95,000 રૂપિયા), અને M.Sc (1.10 લાખ રૂપિયા) ભણે છે. આ વિદ્યાર્થીઓ અમદાવાદ, ગુજરાતના અન્ય જિલ્લાઓ અને રાજ્ય બહારથી આવે છે, જેમની હોસ્ટેલ નરોડામાં શાંતમ ખાતે છે.
સુચી રાયે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું કે, તે ગત સાડા સાત મહિનાથી શુભમ નર્સિંગ કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે કામ કરે છે. તેનો કાર્યકાળ સવારે 9 થી સાંજે 4:30 સુધીનો હતો. તેના પિતાનું અવસાન થયા બાદ તે તેની માતા સાથે રહે છે, જે 2008માં નર્સ તરીકે નિવૃત્ત થયા હતા અને હાલ પેન્શન મેળવે છે. સુચીએ બેંગ્લોરમાં અભ્યાસ દરમિયાન એક યુવક સાથે લગ્ન કર્યા હતા, જેમાંથી તેને એક દીકરી છે. જોકે, લગ્નજીવનમાં મનમેળ ન હોવાથી તે હવે તેની માતા સાથે રહે છે.
સુચી રાયે જણાવ્યું કે, 2014થી તેને રમી ગેમની લત લાગી હતી. તેણે મોબાઈલ ફોનમાં રમી ગેમ ઇન્સ્ટોલ કરી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને રમવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 50 રૂપિયાથી શરૂ કરેલી ગેમ ધીમે ધીમે 10,000 અને પછી 50,000 રૂપિયા સુધી પહોંચી. તેણે તેની માતાના ડેબિટ કાર્ડ અને પોતાની સેલેરીમાંથી આશરે 18 લાખ રૂપિયા આ ગેમમાં હારી દીધા. આ ઉપરાંત, તેણે બે વર્ષ અગાઉ માતાના સોનાના દાગીના મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂક્યા હતા, જે છોડાવવા માટે તેણે 28 જૂન 2025ના રોજ 2,95,148 રૂપિયા ચૂકવ્યા, જેમાંથી મોટાભાગની રકમ કોલેજની ફીમાંથી ચોરી કરી હતી.
સુચીએ જૂન અને જુલાઈ 2025 દરમિયાન ફીના પૈસામાંથી ટુકડે ટુકડે 3,45,148 રૂપિયા ચોર્યા, જેમાંથી કેટલીક રકમ બેંકમાં જમા કરાવી રમી ગેમમાં ખર્ચી દીધી. તેણે ચોરી છુપાવવા માટે 27 જુલાઈએ બુરખો પહેરીને તિજોરીમાંથી પૈસા લઈ લીધા. તેણે તિજોરીની ચાવી ટેબલના ખાનામાંથી લઈને પૈસા ભરેલા કવર અને પાઉચ પોતાની બેગમાં મૂકી લીધા. જોકે, તિજોરી બંધ કરવાનું ભૂલી જતાં ચો્ટી ખુલ્લી રહી, જેનાથી સવારે સ્ટાફને ચોરીની જાણ થઈ.
મેઘાણીનગર પોલીસે ઝોન-4ના નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, શાહીબાગ પોલીસ મથકના PI જે.ડી. ઝાલા અને મેઘાણીનગર પોલીસ મથકના સેકન્ડ PI ડિમ્પલ પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજમાં બુરખો પહેરેલી સ્ત્રી દેખાતી હતી. ડોગ સ્કવોડે તિજોરીના હેન્ડલની સ્મેલના આધારે સુચી રાય સામે ભસીને શંકા દર્શાવી. પૂછપરછમાં સુચીએ ગુનો કબૂલી લીધો. પોલીસે તેના ઘરેથી 2.37 લાખ રૂપિયા રોકડા અને બુરખો કબજે કર્યો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, સુચીએ 2012થી રમી ગેમમાં 90 લાખ રૂપિયા ખર્ચ્યા, જેમાંથી 40 લાખ રૂપિયા હારી ગઈ.
આ પણ વાંચો: સુરતમાં પ્રેમીએ દગો કરતાં પ્રેમિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન
આ પણ વાંચો: સુરતમાં સગીરાની ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા
