Rajkot News/ અમિત ચાવડાનો દાવો, 2027માં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાશે, કોંગ્રેસ યુવાનોને આપશે નેત્વૃત્વની તક

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા(Amit Chavda)એ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાવાનો દાવો કર્યો, યુવાનોને ચૂંટણી લડવાની તક આપવાની જાહેરાત

Gujarat Top Stories Rajkot
amit chavda

Rajkot News: 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મોટો દાવો કર્યો કે 2027માં ગુજરાતમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાશે. ચૂંટણીને હજુ સમય બાકી હોવા છતાં કોંગ્રેસે અત્યારથી જ રાજકીય તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે.

ગુજરાત સહિત દેશભરમાં પરિવર્તનની વાતો

અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ પરિવર્તનની વાતો થઈ રહી છે. લોકોમાં બદલાવની લાગણી જોવા મળી રહી હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે GENZ પેઢી નવી આઝાદીની લડત લડી રહી છે અને યુવાનોએ પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે. આ પરિવર્તનની અસર આગામી ચૂંટણીમાં સ્પષ્ટ રીતે જોવા મળશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Amit Chavda : કોંગ્રેસ યુવાનોને આપશે તક

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે જાહેરાત કરી કે પાર્ટી યુવાનોને ચૂંટણી લડવાની તક આપશે. ખાસ કરીને ભણેલા-ગણેલા યુવાનોને કોંગ્રેસ (Congress) પ્રતિનિધિત્વ આપશે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, નવી પેઢીને રાજકારણમાં આગળ લાવવા માટે પાર્ટી ખાસ ધ્યાન આપશે, જેથી નવા વિચારો અને નવી ઊર્જા સાથે ચૂંટણીમાં ઉતરી શકાય.

સમાજના પ્રતિનિધિત્વને લઈ લોબિંગનો ઉલ્લેખ

પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ ચૂંટણીમાં સમાજના પ્રતિનિધિત્વને લઈને લોબિંગ થતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટિકિટ વહેંચણી સમયે અલગ-અલગ સમાજના પ્રતિનિધિત્વ (Representation)માટે રજૂઆતો અને લોબિંગ થતું હોય છે, તેમ તેમણે સંકેત આપ્યો હતો. આગામી સમયમાં કોંગ્રેસ કયા ચહેરાઓને તક આપે છે, તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.