Not Set/ કૃષ્ણનગરમાં 13 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક 13 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઇ ગઈ છે

Ahmedabad Gujarat

વિશાલ મહેતા, મંતવ્યૂ ન્યૂઝ, અમદાવાદ

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક 13 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઇ ગઈ છે. જેમાં સગીરાની માતાએ ફરિયાદ કરતા પોલીસે પોકસોના કાયદા હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડની કાર્યવાહી તેજ કરી છે.

દહેગામમાં રહેતા આરોપી બ્રિજેશ ઉર્ફે રોકી ઠાકોરે સગીરાનું અપહરણ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ સમક્ષ સગીરાની માતાએ જણાવ્યું છે કે આરોપી બ્રિજેશ ઠાકોર તેની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો છે. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આરોપી બ્રિજેશ ઠાકોર ઘરે ન હોવાનું જાણવા મળ્યું હતું અને ઉંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસે આરોપી બ્રિજેશ ઠાકોર વિરુદ્ધ સગીરાનું અપહરણ અને પોક્સો ના કાયદા હેઠળ બળાત્કારનો ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.