રાજકોટ,
રાજકોટ શહેર કોંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈ બાદ સોશિયલ મીડિયાનું કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બે નેતાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી. તે વાત હજુ ચર્ચાનો વિષય છે, આવામાં જ કોંગ્રેસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.કોંગ્રેસના લોકલ નેતાઓની અંદરોઅંદરની લડાઈમાં સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવેલું વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું છે.
વોટ્સ એપ ગ્રુપમાં રાજકોટમાં એક કોંગ્રેસી કાર્યકર બહાદુરસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો હતો કે પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આઈ.ટી. સેલના હોદેદારો અને કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ગેરંટી ? આ ટિપ્પણી બાદ વોટ્સએપ ગ્રુપમાં રિએક્શન ચાલુ થઇ ગયા હતા અને તુ તુ મે મે બાદ છેવટે આ ગ્રુપ બંધ કરી દેવું પડ્યું હતુ,
જ્યારે આ મામલે વોર્ડ નંબર-10ના કોર્પોરેટર મનસુખ કાલરિયાનું કહેવું છે કે, પાર્ટીમાં કોઈ જ માથાકૂટ નથી.
પાર્ટીના કાર્યક્રમોમાં કોંગ્રેસ IT સેલના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપેક્ષા થઇ રહી હોવાના આક્ષેપ બાદ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે.

અશોક ડાંગર કોંગ્રેસ પક્ષમાંથી અઢી વર્ષ સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે રહી ચુક્યા છે. અશોક ડાંગર કોંગ્રેસના પૂર્વ મંત્રી તેમજ પીઢ નેતા મનોહરસિંહજી જાડેજા જૂથના હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
