Board result/ ધોરણ -10ના પરિણામમાં Boysને પછાડી Girlsએ બાજી મારી, Girlsનું 86.69 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ-10નું પરિણામ આજે જાહેર થઈ ગયુ છે.

Top Stories Gujarat

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ-10નું પરિણામ આજે જાહેર થઈ ગયુ છે. તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા પૂરી થયા બાદથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. આજે બોર્ડના પરિણામો જાહેર થતા Boysને પછાડી Girlsએ બાજી મારી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ-10માં Girlsનું 86.69 ટકા પરિણામ આવ્યું જેની સામે Boysનું પરિણામ 79.12 ટકા આવ્યું છે. આ પરિણામો પરથી કહી શકાય કે છોકરીઓ પોતાના અભ્યાસ પ્રત્યે સભાન બનતા સતત પ્રગતિ કરી રહી છે. આજે ધોરણ-10ની પરીક્ષાના પરિણામો આવી ગયા છે. વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના હોય છે. લઘુત્તમ પાસિંગ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પાત્ર ગણવામાં આવશે. જેઓ એક કે બે વિષયમાં નાપાસ થયા છે તેઓએ પૂરક પરીક્ષામાં બેસવાનું રહેશે.

Girls દેખાવમાં થયો સુધારો
ગત વર્ષ માર્ચ-2023માં બોર્ડમાં છોકરાઓનું પરિણામ 59.58 ટકા હતું. જેની સામે છોકરીઓનું 70.62 ટકા પરિણામ આવ્યું હતું. ગત વર્ષમાં છોકરાઓને છોકરીઓના પરિણામમાં મોટું અંતર જોવા મળ્યું હતું. જ્યારે આ વર્ષે છોકરાઓનું પરિણામ ભલે ઓછું રહ્યું હોય પરંતુ ગત વર્ષની સરખામણીએ (59.58) આ વર્ષે છોકરાઓનું પરિણામ (79.12)માં સુધારો જોવા મળ્યો છે. કહી શકાય કે છોકરાઓ પણ હવે ધીરે-ધીરે અભ્યાસ પ્રત્યે ગંભીર બની રહ્યા છે. ધોરણ-10માં પુનરાવર્તિત પરીક્ષામાં પણ છોકરીઓનો દેખાવ વધુ સારો રહ્યો છે. પુનરાવર્તિત (Revision)પરીક્ષામાં છોકરીઓનું પરિણામ આ વર્ષે 52.63ટકા હતું જે ગત વર્ષ (માર્ચ-2023)માં 21.80 હતું. અને પુનરાવર્તિત છોકરાઓનું પરિણામ 15.16 ટકા હતું. માર્ચ-2023માં કુલ પુનરાવર્તિત પરીક્ષાર્થીઓની સંખ્યા 158523 હતી.

ધોરણ 10નું પરિણામ થયુ જાહેર

આજે GBSHSE ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આજે શનિવારે સવારે 8.00 વાગ્યે બોર્ડનું પરિણામ સત્તાવાર વેબસાઈટ gseb.org પર મુકવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ ડાઉનલોડ કરી શકે છે . બોર્ડ દ્વારા 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે માર્ચ 11મીથી 22મી માર્ચ દરમિયાન બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. લગભગ 7 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માહિતી અનુસાર બોર્ડે જણાવ્યું હતું કે ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024ની જાહેરાત બાદ નામ સુધારણાની દરખાસ્ત જારી કરશે. જે બાદ વિદ્યાર્થીઓ નિયત ફોર્મેટમાં ફોર્મ ભરીને પોતાનું નામ સુધારી શકશે. નામ સુધારણા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ પરિણામ

પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ-10ના પરિણામો જાહેર થયા તેમાં સૌથી વધુ પરિણામ અંગ્રેજી માધ્યમમાં 92.52 ટકા આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું 81.17ટકા અને હિન્દી માધ્યમનું 75.90 ટકા પરિણામ આવ્યું. રાજ્યમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 87.22 ટકા જ્યારે સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં 74.57 ટકા પરિણામ આવ્યું. ગત વર્ષે (માર્ચ-2023)માં સુરતના વિદ્યાર્થીઓની ઉચ્ચ ટકાવારી નોંધાઈ હતી. અને સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…