Madhyapradesh News : મધ્યપ્રદેશના ઈંદોરમાં એક પ્રેમિકાએ પોતાના પરણિત પ્રેમી પર બળાત્કાર અને જાનથી મારવાની ધમકી સાથે ઓબોર્શન કરાવવાનો આરોપ લગાવ્યો છે. પેલા તો પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી પરંતુ બાદમાં હકીકત સામે આવતા પ્રેમીને છોડી મુક્યો હતો. કારણકે તેણે પોતાની પ્રેમિકા સાથે પહેલા જ એગ્રીમેન્ટ કરી લીધું હતું કે તે સાત દિવસ પ્રેમિકા અને સાત દિવસ પોતાની પત્ની સાથે રહેશે.
આ બનાવમાં 29 વર્ષની પ્રેમિકાએ ઈંદોરના ભંવરકુંઆ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. તેણે પોતાના 34 વર્ષના પિરેમી ચંદ્રભાન પંવાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પ્રેમીએ તેની સાથે બળાત્કાર ગુજારીને ઓબોર્શન કરાવી દીધું હતું. બાદમાં મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પ્રેમિકાએ 27 જુલાઈ 2021 ના રોજ ગુનો નોંધાવ્યો હતો. પ્રેમિકાનો આરોપ છે કે તે પ્રેમીને 2019 થી ઓળખતી હતી. તેને ખબર ન હતી કે તે પહેલેથી પરિણીત છે.
જોકે કોર્ટ સામે એગ્રીમેન્ટ આવતા જ મામલો સ્પષ્ટ થઈ ગયો હતો. પરિણીત પ્રેમીએ પહેલેથી જ એક એગ્રીમેન્ટ કરાવી લીધું હતું. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે પ્રેમી 7 દિવસ પોતાની પ્રેમિકા સાથે અને સાત દિવસ પોતાની પત્ની સાથે રહેશે. તેમછતા પ્રેમિકાએ કોર્ટમાં એફઆઈઆર દાખલ કરાવી હતી. કોર્ટે એગ્રીમેન્ટને આધારે આરોપીને છોડી મુક્યો હતો. જેનો ફેંસલો 21 એપ્રિલે જ આપી દેવાયો હતો. પરંતુ આ ફેંસલાની કોપી 6 મેના રોજ સામે આવી હતી.
પ્રેમિકાએ પ્રેમી પર આરોપ મુક્યો હતો કે તેને 26 એપ્રિલ 2021 ના રોજ એક હોસ્ટેલમાં બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં એક દિવસ વિટામીનની ગોળી આપીને ઓબોર્શનની ગોળી આપી દીધી હતી. આ મામલે બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. પ્રેમિકાએ તેને લગ્નની વાત કરી તો પ્રેમીએ સાફ ઈન્કાર કરી દીધો હતો. પ્રેમીએ પોતે પરણિતી હોવાનું એક બાળક હોવાનું તેને કહ્યું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે પ્રેમિકાને પહેલેથી તમામ બાબતની ખબર હતી આથી તેને બળાત્કારનો આરોપી માની ન શકાય. તે સિવાય જાનથી મારવાનું કોઈ પ્રમાણ સામે આવ્યું નથી. જેને પગલે કોર્ટે આરોપી ચંદ્રભાનને છોડી દીધો હતો.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…
આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!
આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ